Charotar Sandesh
ઈન્ડિયા

કુંભમેળાથી પાછા ફરનારા કોવિડ વધુ ફેલાવશે : સંજય રાઉત

મુંબઇ : હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં લાખો લોકો સહભાગી થયા છે અને મોટાભાગના લોકો કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન કરતા જણાઈ આવ્યા છે. કુંભમેળામાં હાલમાં જ અનેક સાધુઓ કોરોનાના પોઝિટિવ જણાઈ આવ્યા છે ત્યારે કુંભમેળામાં ભાગ લઈ આવનારા નાગરિકો કોવિડ-૧૯ વાયરસના સંભવિત વાહક બની શકે છે, એવી ટીપ્પણી સંજય રાઉતે કરી છે. હરિદ્વારમાં કુંભમેળામાં શાહીસ્નાન દિવસે લાખો ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કયુર્ર્‌ં હતું. એ દરમિયાન હર કી પૌડીમાં નાગરિકો જ નહીં પણ અનેક નાગાબાવા સહિત અખાડાના સાધુસંતો દ્વારા કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, તેના પર કોઈ ધ્યાન આપતું નથી. જયારે આપણા તહેવારો દરમિયાન ધાર્મિક ઊજવણી પર પ્રતિબંધ મૂકવા દરમિયાન શિવસેનાને પણ ભારે દુઃખ થાય છે પણ નાગરિકોના જીવ બચાવવા માટે આવા આકરા પગલાં લેવા પડે છે.
અમારી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની છે. હું ચોક્કસપણે માનું છું કે કુંભમેળાથી આવનારા ભાવિકો કોરોના મહામારી ફેલાવી શકે છે.

Related posts

સગીર વાહન ચલાવશે તો માતાપિતા દોષી ગણાશે : મોટર વ્હીકલ સુધારા બિલને મંજૂરી

Charotar Sandesh

હોન્ડાએ નવ મહિનામાં ૧૧ લાખ ટૂ વ્હીલર્સ વેચવાનો રેકોર્ડ બનાવ્યો…

Charotar Sandesh

હોર્સ ટ્રેડિંગનો ડર : કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં-ભાજપના હરિયાણામાં…!

Charotar Sandesh