દિલ્હીના અનેક વિસ્તારોમાં આગામી પાંચ વર્ષમાં વીજળીના વાયરો અંડરગ્રાઉન્ડ કરશું…
ન્યુ દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ રવિવારે કેજરીવાલનનું ગેરન્ટી કાર્ડ જારી કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આ ગેરંટી કાર્ડ ઘોષણા પત્રથી અલગ છે. તેમણે એમ પણ કહ્યું છે કે ગેરંટી કાર્ડ અંતર્ગત આગામી ૫ વર્ષ લોકોને ૨૦૦ યુનિટ વીજળી વિના મૂલ્યે મળવાનું જારી રહેશે.દરેક ઘરને ૨૪ કલાક શુદ્ધ પાણી મળશે.
આપ દિલ્હીની તમામ ૭૦ બેઠક પર તેના ઉમેદવાર નક્કી કરી ચુકી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૧મી જાન્યુઆરી છે. ૮ ફેબ્રુઆરીના રોજ મતદાન બાદ ૧૧ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી જાહેર થશે.
કેજરીવાલે કહ્યું છે કે ઘોષણા પત્ર આગામી ૧૦-૧૫ દિવસમાં આવશે. આ અમારું ગેરંટી કાર્ડ છે. અમારા વિકાસની પાક્કી-ગેરન્ટી છે. તેમા કેટલીક વાત એવી છે કે જે અમે પૂરી કરી ચુક્યા છીએ. જે પણ વચન આપવામાં આવી રહ્યા છે તે આગામી ૫ વર્ષમાં પૂરા કરશું. કેટલીક ગેરન્ટી ઘણી મોટી છે, માટે ૨,૩ અથવા તો ૫ વર્ષમાં લાગુ કરી શકાશે.
કેજરીવાલે જાહેર કરેલા ગેરન્ટી કાર્ડની મોટી વાતો
– દિલ્હીમાં તમામને ૨૪ કલાક વીજળી પૂરી પાડીશું. ૨૦૦ યુનિટ મફત વીજળીની યોજના યથાવત રહેશે. વાયરોના ગુંચવાડાની જગ્યાએ દરેક ઘર સુધી અંડર ગ્રાઉન્ડ કેબલથી વીજળી પહોંચશે.
– દરેક ઘરમાં ૨૪ કલાક શુદ્ધ પીવાનું પાણી પૂરૂ પાડીશું. દરેક પરિવારને ૨૦ હજાર લીટર મફત પાણીની યોજના ચાલુ જ રહેશે.
– દિલ્હીના દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ પૂરૂ પાડવા માટે વિશ્વ સ્તરીય શિક્ષણ વ્યવસ્થા લાગુ કરીશું
– દિલ્હીના દરેક પરિવારને અધ્યતન હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક મારફતે સારવારની યોગ્ય વ્યવસ્થા ગોઠવીશું. જેમા સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવશે
– દિલ્હીના નાગરિકો માટે સરકારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુ સુવિધાજનક બનાવીશું. આ માટે ૧૧ હજારથી વધુ બસો અને ૫૦૦ કિલોમીટરથી વધી લાંબી મેટ્રો લાઈનો નાંખીશું. મહિલાઓ સાથે વિદ્યાર્થીઓને પણ મફત બસ મુસાફરીની સુવિધા
– વાયુ પ્રદૂષણના સ્તરને ઓછુ કરીને ૩ ઘણો ઘટાડવાનું લક્ષ્ય છે. આ માટે ૨ કરોડ વૃક્ષો વાવીને ગ્રીન દિલ્હી બનાવવામાં આવશે.
– દિલ્હીને ગંદકી અને કચરાના ઢગલાથી મુક્ત કરીને સ્વચ્છ અને સુંદર બનાવીશું.
– દિલ્હીને મહિલાઓ માટે સુરક્ષિત બનાવીશું. આ માટે ઝ્રઝ્ર્ફ કેમેરા, સ્ટ્રીટ લાઈટ્સ, બસ માર્શલની સાથે હવે મોહલ્લા માર્શલની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
– દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા વસાહતીઓને પાકુ મકાન આપવામાં આવશે