Charotar Sandesh
વર્લ્ડ

કેનેડામાં નવા કૃષિ કાયદાના સમર્થનમાં રેલી નીકળીઃ ખાલિસ્તાનીઓએ આપી ધમકી…

ઓટાવા : ભારતના નવા કૃષિ કાયદા સામે શરુ થયેલા ખેડૂત આંદોલનના પડઘા કેનેડામાં પડી રહ્યા છે. હવે નવા કાયદાનુ સમર્થન કરનારા ભારતીય સમુદાયના કેટલાક લોકોને મળેલી ધમકી બાદ ભારતે કેનેડા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, કેનેડાની સરકારે જેમને ધમકી મળી છે તેવા ભારતીય મૂળના નાગરિકોની સુરક્ષા પર ધ્યાન આપવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, નવા કાયદાના સમર્થનમાં કેનેડામાં ભારતીય સમુદાય દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવી હતી.એ પછી કેનેડામાં રહેતા ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા ભારતીય સમુદાયના લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે.
જે સંદર્ભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, અમને કેનેડામાં ભારતીય સમુદાયના કેટલાક લોકોને ધમકી અપાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.અમે જેમને ધમકી મળી છે તેવા લોકોને સલાહ આપી છે કે, આ મુદ્દે કેનેડાની પોલીસનો સંપર્ક કરવામાં આવે.સાથે સાથે આ મુદ્દો અમે કેનેડા સરકાર સમક્ષ પણ ઉઠાવ્યો છે.

Related posts

અમેરિકા ગ્રીન કાર્ડના નિયમો આકરા : ડિપેન્ડન્ટ વીઝાવાળા ભારતીયો બાળકોને સતાવી રહી છે ભવિષ્યની ચિંતા…

Charotar Sandesh

એમિક્રોનના ડર વચ્ચે જર્મનીમાં રસી નહીં લેનારાઓ માટે લોકડાઉન લાગુ કરાયું

Charotar Sandesh

અમેરિકાએ દુર્વ્યવહાર કરતી ચીનની ૨૮ કંપનીઓને બ્લેક લિસ્ટ જાહેર કરી…

Charotar Sandesh