મુંબઈ,
બોલિવૂડ એક્ટર રીષિ કપૂરે તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ ઓગસ્ટ મહિનામાં ભારત પરત ફરશે. હવે તે ફરીવાર કેમેરાનો સામનો કરવા માટે તત્પર છે. તેઓ છેલ્લાં નવ મહિનાથી ન્યૂયોર્કમાં છે. હાલમાં રીષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં માતા કૃષ્ણા રાજ કપૂરના નિધન અંગે પહેલી જ વાર વાત કરી હતી. આ સિવાય દીકરો રણબીર કપૂર કેવી રીતે તેમને ન્યૂયોર્ક લાવ્યો તે અંગે પણ કહ્યું હતું.
રીષિ કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે તેમને કેન્સરની બીમારી હોવાની જાણ થઈ ત્યારે તેમનું પહેલું રિએક્શન કેવું હતું? જેના જવાબમાં રીષિએ કહ્યું હતું કે રિએક્ટ કરવાનો સમય જ નહોતો. તે સમયે તે દિલ્હીમાં શૂટિંગ કરતાં હતાં. નવી ફિલ્મના શૂટિંગને છઠ્ઠઓ દિવસ હતો. તેમનો દીકરો રણબીર તથા પરિવારના નિકટના સભ્યો દિલ્હી આવ્યા અને પ્રોડ્યૂસર્સને આખી વાત કહી હતી. તે જ સાંજે મુંબઈ પરત ફર્યાં અને તરત જ ન્યૂયોર્ક જવા રવાના થયા હતાં. પ્રતિક્રિયા કે આત્મનિરીક્ષણ કરવાનો સમય જ નહોતો. દીકરાએ તેમને જબરજસ્તીથી એરક્રાફટમાં બેસાડ્યાં અને તે ન્યૂયોર્ક લઈને આવ્યો હતો. બીમારીનો સ્વીકાર ધીમે ધીમે થયો હતો.