Charotar Sandesh
ઈન્ડિયા

કેરળમાં હુમલાની સાજિશ કરનારની ધરપકડ, શ્રીલંકા હુમલાના માસ્ટરમાઈન્ડથી હતો પ્રેરિત

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોના માસ્ટરમાઈન્ડ જહરાન હાશિમના અનુયાયી એક વ્યક્તિની કેરળમાં આત્મઘાતી હુમલાની સાજિશ રચવાના આરોપમાં ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શ્રીલંકા બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડથી પ્રેરિત આ વ્યક્તિ આત્મઘાતી હુમલાનું પ્લાનિંગ બનાવી રહ્યો હતો. NIA પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પલક્કડ નિવાસી 29 વર્ષીય રિયાસ એ ઉર્ફ રિયાસ અબૂ બકર ઉર્ફ અબૂ દુજાનાની ISIS મોડ્યુલ મામલામાં રવિવારે ધકપકડ કરવામાં આવી છે, જેને આજે કોચી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

NIAના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન, રિયાસે ખુલાસો કર્યો કે તે છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી હાશિમના ભાષણો/ વીડિયોનું અનુસરણ કરી રહ્યો હતો. વિવાદાસ્પદ ઈસ્લામી પ્રચારક જાકિર નાઈકના ભાષણોને પણ તે ધ્યાનથી સાંભળતો હતો. તેમણે કહ્યું હતું કે, તેણે સ્વીકાર કર્યો છે કે તે કેરળમાં આત્મઘાતી હુમલાને અંજામ આપવાનો હતો.

એટલું જ નહીં, પૂછપરછ દરમિયાન રિયાસે ખુલાસો કર્યો હતો કે, તે અબ્દુલ ખયૂમના સંપર્કમાં પણ હતો, જે વાલાપટ્ટનમ ISIS કેસમાં આરોપી છે. અબ્દુલ ખયૂમને લઈને માનવામાં આવી રહ્યું છે કે, તે હાલ સીરિયામાં છે. જણાવી દઈએ કે, શ્રીલંકા બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ હાશિમ જહરામ નેશનલ તૌહીદ જમાતનો નેતા હતો, જેને લઈને માનવામાં આવી રહ્યું છે કે, શ્રીલંકા બ્લાસ્ટમાં 21 એપ્રિલે તેનું મોત થયું ગયું.

Related posts

‘જવાની જાનેમન’ જૂનમાં ફ્લોર પર જશે

Charotar Sandesh

આસામમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં પાંચ રૂપિયાનો જંગી ઘટાડો…

Charotar Sandesh

ખેડૂતોનું સમર્થન કરતા પંજાબના ૧૦થી વધુ આઢતિયાઓના ઠેકાણાઓ પર આઇટીના દરોડા…

Charotar Sandesh