USA : અમેરિકાના કેલિફોર્નિયામાં રિટેલ ચેન વોલમાર્ટ પર શનિવારના રોજ થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ચાર ઘાયલ થયા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે શનિવારે આ માહિતી આપી હતી. પોલીસે ૩૧ વર્ષીય હુમલાખોરને માર્યો છે. વોલમાર્ટ ઉત્તર કેલિફોર્નિયાથી લગભગ ૧૯૩ કિમી દૂર રેડ બ્લફમાં છે. લોકોના મતે, તેમણે ૫૦-૬૦ રાઉન્ડના ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો.
રેડ બ્લફ ડેઇલી ન્યૂઝ પેપર મુજબ શૂટિંગ કર્મચારીઓની શિફ્ટ બદલાઈ તે દરમિયાન થયું હતું. હુમલાખોર વોલમાર્ટમાં પ્રવેશ્યો અને ફાયરિંગ શરૂ કર્યું. આ ઘટના બપોરે ૩ વાગ્યા પછી શરૂ થઈ હતી. પોલીસને તેના વિશે બપોરે સાડા ત્રણ વાગ્યે માહિતી મળી હતી. ઘટના સમયે વોલમાર્ટમાં ૨૦૦ લોકોનો સ્ટાફ હતો. કેટલાકએ બચવા માટે પોતાને સ્ટોર રૂમમાં બંધ કરી દીધા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ તેની કારને તે સ્થળે ટકર મારી હતી જ્યાંથી કર્મચારી વોલમાર્ટમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ વાહનને આગ લાગી હતી અને હુમલાખોરે ફાયરિંગ શરૂ કર્યું હતું.
- Nilesh Patel