કોંગ્રેસ હવે સિંદ્ધાતો મુકીને સત્તાલક્ષી પાર્ટી બની ગઇ : ગાંધી વિચારોથી ભટકી ગઇ…
અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પોતાની પાર્ટી કોંગ્રેસની કામગીરી સામે જ સવાલ ઉઠાવ્યાં છે. તેમને કહ્યું છે કે કોંગ્રેસ હવે ગાંધીજીના વિચારો પર કામ કરી શકતી નથી, હવે સિંદ્ધાતો મુકીને સત્તાલક્ષી પાર્ટી બની ગઇ છે, ગાંધી નિર્વાણદિનના એક કાર્યક્રમમાં તેમને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગાંધી વિચારોથી ભટકી ગઇ છે.
ભરતસિંહ કોંગ્રેસને સલાહ આપતા કહ્યું કે ગાંધીજીનું સ્વરૂપ દુનિયાભરમાં ફેલાયેલું હતુ અને આપણી પાર્ટી આજે ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરશે તો સત્તા તો આપણા પગમાં આવીને પડશે, તેમને કહ્યું કે જો ગાંધીજીએ પોતાની અહિંસાની વિચારધારા મુકીને શસ્ત્રો ઉપાડ્યાં હોત તો આજે પણ આપણે આઝાદ ન હોત. જેથી તેમના વિચારો સાથે પાર્ટીએ આગળ વધવું જોઇએ.