90 વર્ષીય મોતીલાલ વોરા નવા પ્રમુખની નિમણૂંક સુધી પ્રમુખ પદ સંભાળશે…
નવી દિલ્હી,
કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા રાહુલ ગાંધી મક્કમ છે ત્યારે રાહુલ ગાંધી ટવિટ કરી ઓપનલી રાજીનામું આપી દેવાનુ જાહેર કર્યાના કલાકોમાં કોંગ્રેસે વચગાળાના પ્રમુખ તરીકે 90 વર્ષીય મોતીલાલ વોરાના નામની જાહેરાત કરી છે. મોતીલાલ વોર નવા પ્રમુખની નિમણૂંક સુધી પ્રમુખ પદ સંભાળશે.
આ અંગે મોતીલાલ વોરાએ જણાવ્યું કે ઘટનાક્રમ અંગે તેમને જાણકારી નથી પણ તેઓ માહિતી મેળવી રહ્યા છે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખની ચૂંટણી નહીં કરે ત્યાં સુધી મોતીલાલ વોરાને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ બનાવવામાં અકીલા આવ્યા છે. કોંગ્રેસના બંધારણ અનુસાર પ્રમુખનું મૃત્યુ થાય કે આકસ્મિક કારણોસર પ્રમુખ પદ ખાલી થાય તો સિનિયર જનર્લ સેક્રેટરી પાર્ટીના રૂટીન કામકાજને સસ્પેન્ડ કરે છે. વર્કીંગ કમીટી પ્રોવિઝનલ પ્રમુખની નિયુક્તિ કરી શકે છે અને આ પ્રમુખ નવા પ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી પદ પર રહેતા હોય છે.