Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસ દેશભરમાં ૩૧ ઑક્ટોબરે, ૫ નવેમ્બરે ખેડૂત, મહિલા, દલિત વિરોધી દિવસની ઉજવણી કરશે

ન્યુ દિલ્હી : કોંગ્રેસે કૃષિ કાયદા અને હાથરસ મામલે નવું આંદોલન શુરુ કરવાની જાહેરાત કરી છે. પાર્ટી દ્વારા ૩૧ ઓક્ટોબરે અને ૫ નવેમ્બરના રોજ ક્રમશ દેશભરમાં ખેડૂત અધિકાર દિવસ મહિલા અધિકાર અને દલિત વિરોધી ઉત્તેજના દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે દેશભરનાં તમામ રાજ્ય કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ એકમોને સૂચનાઓ આપવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પ્રદેશ પ્રભારી અને પાર્ટીના મહાસચિવો સાથેની બેઠક બાદ સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, પાર્ટી આંદોલન ચાલુ રાખશે. આ અંતર્ગત પાર્ટી ૩૧ ઓક્ટોબરના રોજ ખેડૂત અધિકાર દિવસની ઉજવણી કરશે. આ દિવસે સરદાર પટેલનો જન્મદિવસ અને પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે. પાર્ટીએ તમામ રાજ્ય એકમોને આ દિવસે સત્યાગ્રહ અને ઉપવાસ રાખવા નિર્દેશ આપ્યો છે.
સાથે સાથે પાર્ટીએ ૫ નવેમ્બરના રોજ મહિલા અને દલિત વિરોધી ઉત્તેજના દિવસ જાહેર કર્યો છે અને આ દિવસે રાજ્ય કક્ષાએ ધરણા યોજવાનું નક્કી કર્યું છે. વેણુગોપાલે કહ્યું કે આ વખતે દિવાળી છે ૧૪ નવેમ્બર છે તેથી, પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસના એક દિવસ પહેલા દેશભરમાં પાર્ટીના રાજ્ય મુખ્ય મથક પર નહેરુના વિષય અને તેમના યોગદાન પર એક પરિષદ યોજાશે. પાર્ટીએ કૃષિ કાયદા વિરુદ્ધ દેશભરમાં હસ્તાક્ષર અભિયાનને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

Related posts

‘કબીર સિંઘ’ મેં કિતને કીસીંગ સીન હૈ, કિયારાજી..?!!

Charotar Sandesh

દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ, મોટી જાનહાની ટળી…

Charotar Sandesh

હવે BJPના આ કેન્દ્રીય મંત્રીએ મસૂદ અઝહરને ‘જી’ કહીને સંબોધન કર્યું

Charotar Sandesh