Charotar Sandesh
ગુજરાત

કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કર્યા બાદ કેવડિયામાં સી-પ્લેનનું આગમન…

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન…

ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવ્યા…

નર્મદા : રાજ્યમાં ૩૧ ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. જ્યારે આજે સી-પ્લેન અમદાવાદ આવી પહોંચશે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસી અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ આવશે. કેવડિયા બાદ હવે અમદાવાદમાં પણ સી-પ્લેનનું લેન્ડિગ થયું છે. આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા છે. કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કર્યા બાદ હાલ સી-પ્લેન ગુજરાતના કેવડિયા તળાવ નંબર ૩ ખાતે આવી પહોંચ્યું છે.
૧૯ સીટર આ સી-પ્લેનમાં હાલ ૧૨ મુસાફરોને બેસાડવામાં આવશે. આ ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં ૧૬ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી પ્લેન સર્વિસનું ભાડું ૪૮૦૦ નક્કી કર્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં ૨ પાયલટ, ૨ ઓન-બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે. પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે એવાં ઉપરાંત પાણીમાં તરી શકે એવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લેનના અમુક ભાગોની બનાવટ બોટના ઢાંચા જેવા હોવાથી એને ફ્લાઇંગ બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી પહેલું સી-પ્લેન વર્ષ ૧૯૧૧માં ઉડાડવામાં આવ્યું હતું અને પાણી પર પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગ્લેન એચ. કર્ટિસ નામના અમેરિકન ઇજનેરે આ પ્રકારનું પહેલું એરક્રાફ્ટ બનાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો સારોએવો ઉપયોગ થયો હતો. યુદ્ધ પૂર્ણ થયા બાદ આ પ્લેનનો વ્યાપારી હેતુસર ઉપયોગ પણ થવા લાગ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં પણ આ પ્લેન કામ લાગ્યાં હતાં. જોકે બીજા વિશ્વયુદ્ધ બાદ પણ સી-પ્લેનનો ઉપયોગ નાના પાયે જ થતો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ…
૩૦ ઓક્ટોબર સાંજે ૩ કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
૩૦ ઓક્ટોબરનો કાર્યક્રમ
પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે.
ફેરી બોટ (ક્રુઝ )નું ઉદ્ધઘાટન કરશે.
ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન,કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે.
સાંજે ૬ કલાક બાદ કેવડિયા ખાતે જ રોકાણ કરશે.
૩૧ ઓક્ટોબરનો કાર્યક્રમ
સવારે ૭ કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે.
સવારે ૭.૩૦ કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા.
સવારે ૮ કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ કરશે.
સવારે ૮.૪૫ કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે.
સવારે ૯ કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે.
તળાવ નંબર ૩ પર જશે, સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.

Related posts

વિદેશમાં ફેલાયેલ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સનાં ભાડાં ત્રણ ગણા વધ્યાં

Charotar Sandesh

સમગ્ર દેશમાં ડોકટરના મોત મામલે ગુજરાત બીજા નંબરે…

Charotar Sandesh

સુરતના કડોદરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી : રના મોત

Charotar Sandesh