સંક્રમણના કેસો વધીને ૬.૬૦ લાખી વધુ, ૩૪૦૦૦ લોકોના મોત…
USA : કોરોના વાયરસથી સમગ્ર દુનિયા ત્રાહિમામ પોકારી રહી છે. આ વાયરસથી જો કોઈ સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર હોય તો, તે છે વિશ્વની મહાસત્તા અમેરિકા. કોરોનાએ અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને કારણે અમેરિકામાં ગુરુવારે મૃત્યુ પામનાર લોકોન સંખ્યા ૩૪,૦૦૦ પર પહોંચી ગઈ છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના કારણે ૪,૪૯૧ લોકો મૃત્યુ પામ્યા છે. જે વૈશ્વિક રોગચાળાને કારણે એક દિવસમાં સૌથી વધારે મૃત્યુઆંક છે.
મૃત્યુના આ આંકડાઓમાં તે મામલાઓ સામેલ છે, જેમાં કોવિડ-૧૯ હોવાની શંકા છે. આ મામલાઓ અગાઉના આંકડાઓમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આ અઠવાડિયે ન્યુ યોર્ક સિટીએ જાહેરાત કરી હતી કે, મૃત્યુઆંકમાં ૩૭૭૮ લોકોની મોતના એવા મામલાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં વ્યક્તિની મોતનુ સંભવિત કારણ આ વૈશ્વિક મહામારી છે. કોવિડ-૧૯ ના કારણે દુનિયામાં સૌથી વધારે લોકોના મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં સંક્રમણના કારણે ૬,,૬૭,૮૦૦ થી વધુ કેસ સામે આવ્યા હતા.
દુનિયામાં અમેરિકા હવે કોરોનાનુ એપી સેન્ટર બન્યુ છે. કોરોના કારણે અહી ૩૪ હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કે ૬.૭૭ લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાના વધતા કે, બાદ ટ્રમ્પની સરકાર અમેરિકામાં વિરોધીઓના નિશાને આવી છે. દુનિયામાં સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત દેશ હવે અમેરિકા છે. અમેરિકામાં કોરોનાના વધતા કેસ બાદ ટ્રમ્પ સરકારની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ અર્થવ્યવસ્થાને બચાવવાનો અમેરિકા સામે મોટો પડકાર છે.
- Naren Patel