ન્યુ દિલ્હી : આખી દુનિયા હાલના સમયે કોરોનાની વેક્સિન શોધવામાં લાગી છે, ત્યારે ભારતમાં બાબા રામદેવે કોરોનાની દેસી દવા શોધી કાઢી છે. બાબાએ દેસી દવા કોરોનિલને માર્કેટમાં ઉતાર્યા બાદ વિવાદ થઇ ગયો હતો, હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધનનુ નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કોરોનાની દવા શોધાતા હજુ એક વર્ષનો સમય લાગી જશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાની વેક્સિન શોધાતા હજુ એક વર્ષનો સમય લાગી જશે. ડૉ.હર્ષવર્ધન હાલ ડબલ્યૂએચઓમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યાં છે, એટલે તેમનુ આ નિવેદન હાલના સમયમાં ખુબ મહત્વનુ છે.
ડૉ.હર્ષવર્ધનએ કહ્યું લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમકે ભારત હાલ મજબૂત સ્થિતિમાં છે. કોરોના સંક્રમણની સામે સારી રીતે લડી રહ્યું છે. અમે ટેસ્ટિંગ વધાર્યુ છે, મૃત્યુ દર પણ ભારતમાં ઓછો છે, કોરોનાની દવા આગામી વર્ષ સુધીમાં આવી જશે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ ૩૦ જાન્યુઆરીએ આવ્યો હતો, અને ભારતની વસ્તી ૧૩૫ કરોડ છે. ૫ લાખ કેસમાંથી ૩ લાખ ૧૦ હજાર કેસ સાજા થઇ ગયા છે, તેમને કહ્યું કે દેશમાં ૩ ટકા મૃત્યુદર છે, જે સૌથી ઓછો છે. ભારતથી વધુ અમેરિકા, બ્રાઝિલ અને યુકેનો મૃત્યુ દર છે.