Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોનાને પગલે ક્રિકેટ કાઉન્ટી ગ્લૂસ્ટરશાયરે ચેતેશ્વર પુજારા સાથેનો કરાર કર્યો રદ્દ…

નવી દિલ્હી : ઇંગ્લેન્ડ ક્રિકેટ કાઉન્ટી ગ્લૂસ્ટરશાયરે કોરોના વાયરસને કારણે ભારતીય ટેસ્ટ ટીમના બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા સાથેનો કરાર રદ્દ કર્યો છે. પુજારાને કાઉન્ટીની સાથે છ ચેમ્પિયનશિપ મેચ રમવાની હતી. ગ્લૂસ્ટરશાયરની સાથે તેનો કરાર ૧૨ એપ્રિલથી ૨૨ મે સુધીનો હતો.
ક્લબે એક નિવેદનમાં કહ્યું કે, અમે ૨૦૨૦ સીઝનમાં ચેતેશ્વર પુજારાની શાનદાર બેટિંગ નહીં જોઈ શકીએ. જેમ કે તમે જાણો છો કો મે-૨૦૨૦ સુધી કોઈ ક્રિકેટ રમાવાની નથી. કોવિડ-૧૯નો પ્રભાવ સમગ્ર દેશમાં હાલમાં વધી રહ્યો છે અને અમે તેને લઈને સત્ય સ્વીકારવું પડશે કારણ કે બની શકે કે ક્રિકેટર વગર આ કાર્યકાળ વધી જાય.
કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન એકને કોરોના વાયરસને કારણે સ્થગિત કરવી પડી હતી. આ ચેમ્પિયનશિપ ૧૨ એપ્રિલના રોજ રમાવાની હતી. પુજારા આ પહેલા ઇંગ્લેન્ડમાં ડર્બીશાયર, યોર્કશાયર અને નોટિંઘમશાયર વિરૂદ્ધ રમી ચૂક્યો છે. ભારતીય ટેસ્ટ ટીમના પ્રમુખ ખેલાડી પુજારા પોતાની ટેકનીકને કારણે બેટિંગને મજબૂતી આપવામાં સક્ષણ ગણાય છે. ૩૨ વર્ષના પુજારા કરાર મેળવવા પર ઘણાં ઉત્સાહિત હતા, પરંતુ કોરોનાના મારને કારણે તેને નિરાશા હાથ લાગી છે.

Related posts

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ૧૦ વિકેટે પરાજય…

Charotar Sandesh

ઇગ્લેંડનો ભારત પ્રવાસઃ અમદાવાદમાં ૫ ટી-૨૦ અને ૨ ટેસ્ટ રમાશે…

Charotar Sandesh

ધોનીના શાંત રહેવાને કારણે સીએસકે કેમ્પમાં વિશ્વાસ ઉભો થયોઃ શ્રીનિવાસન

Charotar Sandesh