આણંદ : વિશ્વના દેશોમાં કહેર વરસાવનાર કોરોના વાયરસના ભારતમાં પગપેસારા સાથે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોના સામેના જંગ માટે વડાપ્રધાન મોદીએ સૌને ઘર બહાર ન નીકળવાની અપીલ કરી હતી.
જેને ધ્યાને લઈ આણંદ તાલુકાના નાવલી ગામે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં નાવલીના રહિશ સિવાય અન્ય કોઇને પણ ગામમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. નાવલી ગામમાં પ્રવેશના મુખ્ય માર્ગ આડશો મૂકવા સાથે સૂચના બોર્ડ મૂકાયું છે. ઉપરાંત ગામમાં પણ ઠેર ઠેર પ્રવેશ બંધીના બોર્ડ મૂકાયા છે અને ગામમાં પ્રવેશવાના અન્ય ચાર માર્ગો ઉપર પણ યુવાઓની ટીમ દ્વારા સોશિયલ ડીસ્ટેન્સ સાથે પહેરો કરવામાં આવી રહ્યો છે.
જે અંગે નાવલી ગામના સરપંચ તથા તલાટીશ્રી દ્વારા સૌને કોરોના વાયરસથી બચવા યોગ્ય માર્ગદર્શન સહિત યોગ્ય પગલા ભરવામાં આવી રહ્યા છે.
- Ketul Patel, Anand