Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોનાનો વધતો કહેર : આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૭ થઈ : ઘરમાં રહેવા અપીલ કરાઈ…

આણંદ જિલ્લાના નવાખલની મહિલા જ્યારે ખંભાતનો યુવકનો કોરોના પોઝીટીવ આવ્યો…

આણંદ : આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા ૭ થવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનથી આજે વધુ બે કેસ પોઝીટીવ આવેલ છે, જેમાં (૧) રવિ મોતીલાલ પટવર, ઉ.વ. ૩૩, અલીંગ, ખંભાત તથા (ર) સલ્માબેન મોહમ્મદ ચૌહાણ, ઉ.વ. ર૬, રહે. નવાખલ, તા. આંકલાવ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા ચકચાર મચી જવા પામી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો. જેથી સરકાર દ્વારા તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ કોરોના માટે અનામત રાખવા સહિતના પગલા ભરવા સૂચના આપી હતી. દરમ્યાન આજે સવારે વધુ બે કેસો પોઝીટીવ આવતાં જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને જણાવાયું છે કે, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેેવાની જરૂર છે.

Related posts

કપડવંજ કેલવણી મંડળ તરફથી વડતાલને ૧૦ ઓકેસીજન કોન્સનટ્રેટર મશીન મળ્યા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે વધુ ત્રણ રિપોર્ટ પોઝીટીવ નોંધાયા : એક દર્દીનું મોત નિપજ્યું…

Charotar Sandesh

અમૂલ બ્રાન્ડ્‌સનું વાર્ષિક ટર્નઓવર અધધધ રૂ. ૪૫૦૦૦ કરોડે પહોંચ્યું…!!

Charotar Sandesh