ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૯,૨૪,૮૦૬ થઈ ગઈ…
ન્યુ દિલ્હી : કોરોના સંક્રમણની બેકાબૂ રફ્તાર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં છેલ્લા અનેક દિવસથી રેકોર્ડ સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૧૫ લાખથી વધારે વર્લ્ડ રેકોર્ડ સમાન નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત સતત બીજા દિવસે પણ મૃતકઆંક ઉંચો ગયો છે.
તાજેતરના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨,૧૦૦થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં દરરોજ ખૂબ જ ઝડપથી વધી રહેલો એક્ટિવ કેસનો આંકડો ખૂબ જ ચિંતાજનક છે. ભારતમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસની સરખામણીએ કોવિડ-૧૯ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
રાષ્ટ્રીય સ્તરે સાજા થવાનો દર ઘટીને ૮૫.૦૧ ટકા થઈ ગયો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩,૧૫,૭૨૮ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૯,૨૪,૮૦૬ થઈ ગઈ છે.
મૃત્યુના મામલે પણ છેલ્લા બે દિવસથી ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. બુધવારે રેકોર્ડ ૨,૧૦૧ લોકોનાં મોત થયાં. મૃત્યુનો આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ પહેલા મંગળવારે ૨,૦૨૧ મૃત્યુ નોંધાયા હતા. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક દિવસમાં આટલા બધા મૃત્યુ થઈ રહ્યા છે. અન્ય તમામ દેશોમાં એક હજાર કરતા પણ ઓછા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ૬૭,૪૬૮, ઉત્તર પ્રદેશમાં ૩૩,૧૦૬, દિલ્હીમાં ૨૪,૬૩૮, કર્ણાટકમાં ૨૩,૫૫૮, કેરળમાં ૨૨,૪૧૪, રાજસ્થાનમાં ૧૪,૬૨૨, છત્તીસગઢમાં ૧૪,૫૧૯, મધ્યપ્રદેશમાં ૧૩,૧૦૭, ગુજરાતમાં ૧૨,૫૫૩, બિહારમાં ૧૨,૨૨૨, તામિલનાડુમાં ૧૧,૬૮૧, પશ્ચિમ બંગાળમાં ૧૦,૭૮૪ લોકો કોરોનાપોઝિટિવ મળી આવ્યા હતા.
બુધવારે અહીં ૬૭,૪૬૮ નવા દર્દીઓ મળી આવ્યા હતા. ૫૪,૯૮૫ દર્દીઓ સ્વસ્થ થયા અને ૫૬૮ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૦.૨૭ લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી ૩૨.૬૮ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૬૧,૯૧૧ મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ ૬.૯૫ લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશ બુધવારે અહીં ૩૩,૧૦૬ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૪,૧૯૮ લોકો સ્વસ્થ થયા અને ૧૮૭ લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં ૯.૪૨ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૬.૮૯ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૧૦,૩૪૬ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ૨.૪૨ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દિલ્હી બુધવારે રાજ્યમાં ૨૪,૬૩૮ લોકો કોરોના પોઝિટિવ મળી અવાયા હતા. ૨૪,૬૦૦ લોકો સાજા થયા અને ૨૪૯ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં ૯.૩૦ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૮.૩૧ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૧૨,૮૮૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં ૮૫,૩૬૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
છત્તીસગઢ બુધવારે રાજ્યના ૧૪,૫૧૯ લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન ૧૫,૯૪૦ લોકો સાજા થયા અને ૧૮૩ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં ૧.૨૨ લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ ૫.૮૮ લાખમાંથી ૪.૫૯ લાખો લોકો સાજા થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૬,૪૬૭ પર પહોંચી ગયો છે.
મધ્યપ્રદેશ બુધવારે રાજ્યમાં ૧૩,૧૦૭ લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતુ. ૯,૦૩૫ લોકો સાજા થયા અને ૭૫ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં ૪.૪૬ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં ૩.૫૯ લાખ લોકો સાજા થયા છે ૪,૭૮૮ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ૮૨,૨૬૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ગુજરાત બુધવારે રાજ્યમાં ૧૨,૫૫૩ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૪,૮૦૨ લોકો સાજા થયા અને ૧૨૫ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં ૪.૪૦ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૩.૫૦ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૫,૭૪૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં ૮૪,૧૨૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.