ન્યુ દિલ્હી : લોકડાઉનની વચ્ચે ઉદ્યોગ ક્ષેત્રને આશા છે કે, સરકાર તરફથી તેમના માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. એમએસએમઈ ક્ષેત્રની આની ખાસ જરૂર છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, વિશ્વ હવે ચીન સાથે વેપાર કરવા ઈચ્છતું નથી અને તે ભારત માટે એક આશીર્વાદ સમાન છે. જો આનો લાભ ઉઠાવવામાં સફળ થઈએ છીએ તો ૫ ટ્રિલયન ડોલર ઈકોનોમીના સપના પણ પૂર્ણ થઈ શકે છે.
મીડિયા ઈન્ટરવ્યુમાં ગડકરીએ મજૂરો અંગે વાત કરતા જણાવ્યું કે, લોકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના વતન જવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે જણાવ્યું કે, દુનિયાનો દરેક દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે પરંતુ હાલ કોઈપણ દેશ ચીનની સાથે વેપાર કરવા માગતું નથી. આ ભારત માટે એક આશીર્વાદ છે. આપણા માટે એક તક છે.
નિતિન ગડકરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીને એફડીઆઈના નિયમોને લઈને ભારત સરકારની ટિકા કરી હતી. ચીને સરકારના આ નિર્ણયને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોનું ઉલ્લંઘ ગણાવ્યું હતું.