Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

કોરોના મહામારીના સમયે વ્રજભૂમિ સ્કૂલ મોગર દ્વારા ફી મંગાવતા વાલીઓમાં ભારે નારાજગી…

૭મી જૂન સુધી જો ફી નહીં ભરાય, તો વિદ્યાર્થીઓ સંકુલમાં ભણવા અસમર્થ છે તેવું માની લેવાના પત્રને લઈને વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો…

આણંદ : ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો છે. ત્યારે આણંદ જિલ્લાના મોગર ખાતે આવેલ વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી મંગાવતા વાલીઓમાં નારાજગી પ્રવર્તી છે, અને હાલમાં કોરોના મહામારી દરમિયાન વાલીઓની આર્થિક સ્થિતિ ખુબજ મુશ્કેલી ભરી છે. જેથી વાલીઓ દ્વારા ફી મુદ્દે આજરોજ ભારે હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા ફી ભરવા બાબતે સમય અને રકમ બાબત થોડા ફેરફાર સાથે રાહત આપવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શૈક્ષણિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ જોગ પત્ર લખીને 7મી જુન સુધીમાં ફી ભરવા જણાવાયું છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારી સંદર્ભમાં ધંધારોજગાર સહીત નોકરીયાત વર્ગને પણ ભારે નુક્સાન સાથે આર્થિક સંકટ જેવી સ્થિતિ છે, ત્યારે શૈક્ષણિક સંસ્થા દ્વારા સમય મર્યાદામાં ફી ભરવાની તાકીદ કરવામાં આવી છે. તેમજ સાત જુન સુધીમાં ફી બાબતે કોઈ માહિતી કે જાણકારી સંસ્થાને નહીં પહોંચે તો વર્તમાન વર્ષ ૨૦૨૦-૨૧ શાળામાં ભણાવવા તૈયાર નથી તેવું માની લેવામાં આવનાર હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કરેલ છે. ફ્રી સ્કુલ ફીની સાથે-સાથે ટ્રાન્સપોર્ટેશન અને ફુડ બીલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી આ કપરા સંજોગોમાં સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય તેવી સંસ્થા દ્વારા ફી મુદ્દે આકરા વલણથી વાલીઓને કફોડી હાલતનો ભોગ બનવું પડતાં ભારે હોબાળો મચી ગયો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ આજરોજ મોટી સંખ્યામાં વ્રજભૂમિ સ્કૂલ મોગર ખાતે ઊમટી પડ્‌યા હતા. તેમજ હાલના સમયમાં વાલીઓની આર્થિક પરિસ્થિતિ સંદર્ભે ધ્યાન રાખી ફી મુદ્દે પુનઃ વિચાર કરવા અને સમયમર્યાદા વધારવા માટે માંગ કરવામાં આવી છે.

  • Jignesh Patel, Anand

Related posts

પેટલાદ સિવિલમાં ડૉક્ટરોએ લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું

Charotar Sandesh

આણંદ ટાઉનહોલ ખાતે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે‍ કોરોના વોરીયર્સનું સન્માન કરાશે

Charotar Sandesh

તા.૨૬મીના રોજ વિદ્યાનગરના કેટલાંક આ માર્ગો ઉપર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ

Charotar Sandesh