Charotar Sandesh
ગુજરાત

કોરોના મહામારીને પગલે તમામ જિલ્લાઓમાં પતંગોત્સવ કરાયા રદ…

વિરૂ કેબીનેટ બેઠકમાં લેવાયો નિર્ણય…

રાત્રિ કર્ફ્યુંને લઇ રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી અંતિમ નિર્ણય કરશે…

ગાંધીનગર : કોરોના મહામારી સંક્રમણ અને તહેવારોની ઉજવણીને લઇને ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં પતંગોત્સવને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. ઉલ્લેખનીય છે કે અલગ અલગ ૮ જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે કર્ફ્યૂનો સમય ઘટાડવાનો નિર્ણય લેવાશે. કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુક્સાન સહન કરવું પડી રહ્યું છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહે છે, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય ૯ને બદલે ૧૧ વાગ્યાથી શરૂ કરવામાં આવી શકે છે. દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી રહ્યા છે. રાજ્ય સરકાર જોકે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય કરશે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ફ્યૂનો સમય રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધીનો હોઈ શકે છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો એવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં એ અંગે ધ્યાન રાખશો.
હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે
રાત્રિ કર્ફ્યુંને લઇ કેબિનેટમાં થઇ ચર્ચા
આ ઉપરાંત રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને ૯ વાગ્યાને બદલે ૧૧ વાગ્યાથી ૬ વાગ્યાનો કરવામાં આવે એવી શક્યતા છે. આ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ ગઈ છે, જેના પર ગૃહ વિભાગ નિર્ણય લેશે.

Related posts

ગુજરાતમાં કોરોનાની વેક્સીનનું ટ્રાયલ શરૂ, ૫ મેડિકલ કોલેજને અપાઈ મંજૂરી…

Charotar Sandesh

પેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન

Charotar Sandesh

અમદાવાદમાં આગામી ૧૪મીએ યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ, જુઓ વિગત

Charotar Sandesh