Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના મહામાર : દેશમાં મૃત્યુઆંક ૧ લાખને પાર પહોંચશે : આજે વધુ ૧૦૯૫ના મોત…

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૧ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા…

કુલ સંક્રમિતોનો આંકડો ૬૩.૯૪ લાખને પાર, ૧૦૯૫ના મોત સાથે મૃત્યુઆંક ૯૯૭૭૩ પર પહોંચ્યો…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૧,૪૮૪ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ ૧૦૯૫ લોકોના મરણ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, નવા કેસો ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૬૩,૯૪,૦૬૯ પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૯૯,૭૭૩ થઈ ગયો છે.
દેશમાં હાલ ૯,૪૨,૨૧૭ કોરોનાના એક્ટિવ કેસ છે. જો કે રાહતની વાત છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૮,૬૪૬ લોકો રિકવર થઈ ચૂક્યાં છે. આ સાથે જ અત્યાર સુધી ૫૩,૫૨,૦૭૮ દર્દીઓ સારવાર મેળવ્યા બાદ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ૧ ઓક્ટોબર સુધી કોરોના વાઈરસના કુલ ૭.૬૭ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી ૧૧ લાખ કોરોના ટેસ્ટિંગ ગઈકાલે જ કરવામાં આવ્યાં હતાં.
મહારાષ્ટ્રમાં ગુરુવારે ૧૬,૪૭૬ નવા દર્દીઓ ઉમેરાયા. જેની સામે ૧૬,૧૦૪ લોકો સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં હાલ ૨,૫૯,૦૦૬ એક્ટિવ કેસ છે. અહીં કોરોના ટેસ્ટનો પોઝિટિવિટી રેટ ૨૦.૪ ટકા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. એટલે કે, અહીં દર ૧૦૦ ટેસ્ટ પર ૨૦ લોકો પોઝિટિવ આવી રહ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૬૪,૭૮૭ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી કુલ ૧,૦૨,૬૩,૭૦૯ ટેસ્ટીંગ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન અંતર્ગત સ્કૂલ અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ ૧૫ ઓક્ટોબર બાદ તબક્કાવાર ખોલવામાં આવશે.
રાહતની વાત છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૫૬ ટકા થઈ ગયો છે. આ સિવાય એક્ટિવ કેસ, એટલે કે, જેમની સારવાર ચાલી રહી છે તેમનો દર પણ ઘટીને ૧૫ ટકા થઈ ગયો છે. આમ રિકવરી રેટ એટલે સ્વસ્થ થવાની સરેરાશ પણ ૮૩ ટકા પર પહોંચી છે. આ રીતે ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

Related posts

કોરોના સંકટ : ૨૪ કલાકમાં ૮૩ના મોત, ૨૬૪૪ નવા પોઝિટિવ કેસ…

Charotar Sandesh

ક્રિસમસ પહેલા જ બજારમાં આવી શકે છે કોરોના વેક્સીન…

Charotar Sandesh

PM મોદીની બાયોપિકથી BJPને થશે ફાયદો, ચૂંટણી પંચે SCને 17 પુરાવા આપ્યા

Charotar Sandesh