ભારતમાં દર્દીઓની સંખ્યા ૧૮ લાખને પાર, એક દિવસમાં ૫૩ હજાર નવા કેસ
દેશમાં અત્યાર સુધી ૩૮ હજાર ૧૬૧ લોકોના મોત થયા, ૧૧.૮૭ લાખ લોકો સાજા થયા…
સતત છઠ્ઠી વખત એવું બન્યું છે જ્યારે માત્ર બે દિવસમાં એક લાખ કેસ સામે આવ્યા છે…
ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં હવે અનલોક-૩નો અમલ થરૂ થઇ ગયો છે અને ૫ ઓગસ્ટથી જીમ-યોગા સસ્થાઓને ખોલવાની મંજૂરી વચ્ચે અનલોક-૩ના બીજા દિવસે ફરીથી કેસોની સંખ્યા ૫૦ હજારને પાર નોંધાઇ હતી. આજે સોમવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે રવિવારના રોજ ૫૨,૯૭૨ કેસો સામે આવ્યાં હતા. એ સાથે જ કેસોની સઁક્યા ૧૮ લાખને પાર પહોંચી ગઇ હતી. આ જ સમયગાળામાં વધુ ૭૭૧ના મોત થયા હતા. ભાજપના કેટલાક નેતાઓની સાખથે હવે કોંગ્રેસના નેતાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ પણ કોરોનામાં સપડાયા છે. ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ ઉપરાંત અન્ય એક જળશક્તિ મંત્રી ડો. મહેન્દ્ર સિંહ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ યુપીના એક મહિલામંત્રી કમલરાનીનું કોરોનાથી નિધન થયું છે.
દેશમાં કોરોનાના સંક્રમણ ફેલાવાની ગતિ ઘટવાને બદલે તેની ઝડપ વધી રહી હોય તેમ છે. જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧૮ લાખને પાર કરી ગઈ છે. નિષ્ણાતાઓ જે ઝડપનો અંદાજ લગાવ્યો હતો તેનાથી પણ વધારે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૩ હજાર નવા કેસ નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૮,૦૩,૬૯૫ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર, ૯૭૨ દર્દીનો વધારો થયો છે. જ્યારે ૭૭૧ લોકોનાં મોત થયા છે. આ પહેલા શનિવારે ૫૪,૭૩૫ કેસ સામે આવ્યા હતા અને ૮૫૩ લોકોનાં મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા ૧૮ લાખ ૩ હજાર ૬૯૬ થઈ ચુકી છે. જેમાંથી ૫ લાખ ૭૯ હજાર ૩૫૭ સક્રિય કેસ છે. સાથે જ અત્યારસુધીમાં ૧૧ લાખ ૮૬ હજાર ૨૦૩ લોકો સાજા થઈ ચુક્યા છે. જે એક રાહત સમાન કહી શકાય. દેશમાં અત્યાર સુધી ૩૮ હજાર ૧૩૫ લોકોના મોત થઈ ચુક્યા છે.
રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૯,૫૦૯ કેસો નોંધાયા હતા. ત્યારબાદ બીજા નંબરે આંધ્રમાં ૮,૫૫૫ કેસો, તામિલનાડુમાં ૫,૮૭૫ કેસો અને કર્ણાટકમાં ૫,૫૩૨ કેસસો એક જ દિવસમાં નોંધાયા હતા.
દરમ્યાનમાં , ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે જણાવ્યું કે, દેશમાં ૨ ઓગસ્ટ સુધી બે કરોડ ૨ લાખ ૨ હજાર ૮૫૮ કોરોના ટેસ્ટ કરાયા છે. રવિવારે એક દિવસમાં રેકોર્ડ ૩ લાખ ૮૧ હજાર ૨૭ સેમ્પલની તપાસ કરાઈ છે.
ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને રાજ્યના જળશક્તિ મંત્રી ડો. મહેન્દ્ર સિંહ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મહેન્દ્ર સિંહને ઁય્ૈં હોસ્પિટલ લખનઉમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પોતે ટિ્વટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. ગઇકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. શાહ હરિયાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જ્યારે એક અન્ય અહેવાલ પ્રમાણે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને મંજૂરી આપી દેવાઈ છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ તમામ પ્રકારની આકારણી પછી આ મંજૂરી આપી દીધી છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સીનના ૫ જગ્યાએ ચાલી રહેલા ટ્રાયલના પહેલા તબક્કામાં સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. આનાથી લોકોમાં એન્ટી બોડીમાં વધારો જોવા મળ્યો છે.