Charotar Sandesh
વર્લ્ડ

કોરોના સંકટ : ચાલુ વર્ષના અંત સુધી ૮.૬ કરોડ બાળકો ગરીબ બનશે…

યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રનનો દાવો…

વોશિંગ્ટન : કોરોનાના કારણે ૨૦૨૦ના અંત સુધીમાં ૮.૬ કરોડ બાળકો ગરીબ બની જશે. તેનાથી વિશ્વભરમાં ગરીબીથી પ્રભાવિત બાળકોની કુલ સંખ્યા ૬૭.૨ કરોડ થઈ જશે. આ ગત વર્ષની સરખાણીમાં ૧૫ ટકા વધારે હશે. તેમા બે તૃત્યાંશ બાળકો આફ્રીકા અને દક્ષિણ એશિયાના દેશોમાં હશે. યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રનના સ્ટડીમાં આ વાત સામે આવી છે.
આ પહેલા પણ વર્લ્ડ બેન્કે પણ મહામારીના કારણે વિશ્વભરમાં ગરીબી વધવાની આશંકા વ્યક્ત કરી હતી. બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપોસે ગત વર્ષે એક કોન્ફ્રેન્સમાં કહ્યું હતું કે મહામારીથી વિશ્વમાં છ કરોડ લોકો ખુબ ગરીબ થઈ જશે. તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા તમામ નફાને પણ ગુમાવી દેશે.
યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રને તમામ સરકારને આગ્રહ કર્યો છે કે પાતાની સામાજિક સુરક્ષા પ્રણાલીનો વિસ્તાર કરે. સ્કૂલોમાં બાળકોને જમવાનું ઉપલબ્ધ કરાવવામાં ઝડપ લાવે. તેનાથી મહામારીની અસર ઓછી કરી શકાશે. બન્ને એજન્સીઓએ વર્લ્ડ બેન્ક, આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડાર અને ૧૦૦ દેશની વસ્તીના આધારે મહામારી ફેલાવાનું આકલન કર્યું છે. તે મુજબ મહામારી યુરોપ અને મધ્ય એશિયામાં વધારે ફેલાવાની આશંકા છે.

Related posts

ન્યૂયોર્કમાં દેખાવકારો પર મહિલાની કાર ધસી ગઇ, સંખ્યાબંધ લોકોને ઇજા થઇ…

Charotar Sandesh

અફઘાનિસ્તાનમાં મોર્ટાર વિસ્ફોટથી સાત બાળકના મોત, ૧૦ ઘાયલ

Charotar Sandesh

ફ્લોરિડા તરફ આગળ વધતું ડોરિયન તોફાન વધુ ભયંકર બન્યું…

Charotar Sandesh