Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૬૫૪ નવા કેસ અને ૧૩૭ લોકોનાં મોત…

ચાર-ચાર લોકડાઉન છતાં કેસોમાં સતત વધારો…

કોરોનાના કુલ કેસ ૧.૨૫૧૦૧, જેમાંથી ૩૭૨૦ના મોત અને ૫૧૭૮૪ લોકો સ્વસ્થ્ય થયા,દેશના ૪૨.૩% મોત માત્ર મહારાષ્ટ્રમાં,કોરોનાના પોઝીટીવ કેસોમાં ભારત ચીન કરતાં ખૂબ આગળ નિકળી ગયું…

ન્યુ દિલ્હી : ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા એક પછી એક ચાર-ચાર લોકડાઉન લગાવવા છતાં કોરોના પોઝીટીવ કેસો ઓછા થવાને બદલે વધી રહ્યાં હોય તેમ છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન ૬,૬૫૪ કેસ નોંધાયા છે જે અત્યારસુધીમાં ૨૪ કલાકમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. તેની સાથે વધુ ૧૩૭ લોકોના મોત પણ થયા છે. અને દેશમાં કોરોના સંક્રમિત કેસો સવા લાખ પર પહોંચી ગઇ છે.

ભારતમાં જાન્યુ.ના છેલ્લાં સપ્તાહમાં જ્યારે કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારે કોઇએ એવી કલ્પનામા પણ નહીં કરી હોય કે કેસની સંખ્યમાં ભારત ચીનથી આગળ નિકળી જશે. આ રોગનો વાઇરસ જે દેશે ફેલાવ્યો હોવાનું મનાય છે તે ચીનમાં ૮૦ હજાર કરતાં સહેજ વધારે જેટલા કેસો નોંધાયા હતા. જ્યારે ભારત હવે તેનાથી આગળ નિકળી જઇને સવા લાખ સુધી કેસો પહોંચી ગયા છે. જેમાં છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન જે ૬૬૫૪ કેસો આવ્યાં તે અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે છે.

કેન્દ્ર સરકારે ૨૫ માર્ચના રોજ લોકડાઉન-૧ લાગૂ કર્યો તે પછી તેને લંબાવતા લંબાવતા હવે ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું છે. પરંતુ પોઝીટીવ કેસો ઘટવાને બદલે વધી રહ્યાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જે નવા ૬૬૫૪ કેસો એક જ દિવસમાં નોંધાયા તેમાં અડધોઅડધ કેસ મહારાષ્ટ્રના છે. તય્રબાદ તામિલનાડુ અને ત્રીજા નંબરે ગુજરાત આવે છે.
સૂત્રોએ કહ્યું કે કોરોના વાઇરસનો ચેપ વધતો અટકાવવા કેન્દ્ર સરકારે જનતા કર્ફ્યુ, લોકડાઉન, રાત્રિ કરફ્યુ, માત્ર દૂધ અને દવાની દૂકાનોને જ મંજૂરી અને એવા બધા કડક પગલા લીધા છતાં કેસ વધતા રહ્યાં અને ગણતરીના દિવસોમાં જ કેસો ઝડપથી ૧.૨૫ લાખ સુધી પહોંચી ગયા છે. જેમાં છેલ્લાં કેટલાક દિવસોમાં તો રોજે રોજ ૫ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે.

કોરોનાના કારણે દેશમાં ૪૨.૩ ટકા લોકોના મોત માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. શનિવાર સવાર સુધી કોરોનાના ૨૯૪૦ નવા કેસ સામે આવ્યા હતા. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા પ્રમાણે ભારતમાં સંક્રમિતોની સંખ્યા સવા લાખને પાર પહોંચી છે. આ અઠવાડિયામાં બીજી વખત એવું થયું છે જ્યારે એક જ દિવસમાં ૬ હજારથી વધારે કેસ નોંધાયા હોય. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭ લોકોનાં મૃત્યુ થયાં છે, જે પછી ભારતમાં મહામારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૩,૭૨૦ થઈ ગઈ છે. કોવિડ-૧૯થી સંક્રમિતોના સ્વસ્થ થવાનો દર ૪૧ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં ૫૧,૭૮૩ લોકો સ્વસ્થ થયા છે.

તો બીજી બાજુ મુંબઈથી પ્રવાસી મજૂરોનો જવાનો સિલસિલો યથાવાત છે. પણ ટ્રેન રદ થવાના કારણે તેમને તકલીફ પડી રહી છે, જે પોતાનું બધું લઈને મકાન છોડીને સ્ટેશન પર આવી ગયા હતા. તેમનું કહેવું છે કે હવે અમને અમારા ભાડાના મકાન પાછા નહીં મળે. આમાથી ઘણા મજૂરો ત્રણ દિવસથી વડાલામાં પોલીસ સ્ટેશન પાસે સુઈ રહ્યા છે. તમિલનાડુમાં આવતી કાલથી સલૂન અને બ્યુટી પાર્લર ખુલશે. સરકારે એ માટેની મંજૂરી આપી છે. પહેલી શ્રમિક ટ્રેન ચેન્નાઈથી નાગાલેન્ડના દીમાપુર પહોંચી હતી જેમાં ૧૪૭૭ શ્રમિક સવાર હતા.

દરમ્યાનમાં ,કોરોના સામે લડવા માટે હાઇડ્રોક્સિક્લોકોક્વિન દવા અસરકારક સાબિત થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે હાઇરિસ્ક ઝોનમાં ડ્યૂટી કરતા સ્વાસ્થ્યકર્મીઓ સહિત અન્ય કોરોના વોરિયર્સને એન્ટિબાયોટિક તરીકે હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવામાં આવશે. નેશનલ ટાસ્ક ફોર્સે જણાવ્યું છે કે, આ દવા લેનારા દિલ્હી એઇમ્સમાં સહિત અન્ય હોસ્પિટલોમાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણ ફેલાવવાનો ખતરો ઓછો થઈ ગયો છે.

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-૧૯)ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ૬,૬૫૪ કેસોની અત્યાર સુધીનો સૌથી વધુ વધારો થયો છે અને ૧૩૭ મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા ૧,૨૫,૧૦૧ છે જેમાં ૬૯,૫૯૭ સક્રિય કેસ અને ૩,૭૨૦ મોત શામેલ છે.

રાજસ્થાનમાં આજે સવારે ૯ વાગ્યા સુધી કોરોના વાયરસના ૪૮ કેસ સામે આવ્યા છે અને ૨ મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૬,૫૪૨ થઈ ગઈ છે અને કોરોના વાયરસથી થતા મોતનો આંકડો ૧૫૫ છે, રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા ૨,૬૯૫ છે. પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના ૧૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૬ મોત થયા છે. રાજ્યમાં ૨૨ મે સુધી કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા ૩,૩૨૨ છે. આમાં રિકવર થઈ ચૂકેલા ૧,૨૪૯ કેસ અને ૧૯૯ મોત શામેલ છે.

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત ૪૪,૫૮૨ મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં ૨,૯૪૦ નવા કેસો સાથે કોરોના વાયરસના કેસોમાં એક દિવસમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૪૪,૫૮૨ થઈ ગઈ છે. અહીં મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસના ૫૩ નવા કેસ સામે આવ્યા છે. ધારાવીમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને ૧,૪૭૮ થઈ ગઈ છે અને કોરોના વાયરસથી થતા મોતનો આંકડો ૫૭ છે

ગુજરાતમાં કુલ કેસ ૧૩,૨૭૩ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૬૩ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૧૩,૨૭૩ થઈ ગઈ છે. આમાં ૫,૮૮૦ રિકવર થઈ ચૂકેલ કેસ અને ૮૦૨ મોત શામેલ છે. તેલંગાનામાં ૭૮૬ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૧૪,૭૫૩ થઈ ગઈ છે. બિહારમાં કોરોના વાયરસના ૧૧૮ વધુ કેસ સામે આવ્યા છે. હવે રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૨,૧૦૫ થઈ ગઈ છે.
પ્રતિદિનની રીતે જોઈએ તો ૧૫ મે પછી કોરોના વાઇરસથી સંક્રમિત થતા લોકોની સંખ્યા પ્રતિદિન નવા ૩ હજારથી વધીને હવે સરેરાશ છ હજારની આસપાસ પહોંચી ગઈ છે. જોકે એવું પણ કહેવાય છે કે ટેસ્ટિંગ વધારવાને લીધે સંખ્યા વધી છે.

Related posts

મોદી સરકારને રાહત : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રિમની ‘લીલીઝંડી’

Charotar Sandesh

ગરમીમાં સૌથી પ્રિય પાણી છે.

Charotar Sandesh

બ્લેક ફંગસ અંગે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી : આ નવો પડકાર…

Charotar Sandesh