Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના સંકટ વચ્ચે સચિન ફરી એક વખત ૪૦૦૦ જરૂરિયાતમંદોને કરી નાણાંકીય સહાય…

મુંબઈ : ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે તાજેતરમાં કોરોનાવાયરસના લોકડાઉન દરમિયાન ૪૦૦૦ જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ માટે દાન કર્યું છે. તેંડુલકરે મુંબઈ સ્થિત એનજીઓ હાય ૫ યૂથ ફાઉન્ડેશનને દાન કર્યું, જેનો હેતુ પાયાના સ્તરેથી ભારતમાં બાસ્કેટબોલની સ્થિતિમાં સુધારો લાવવાનો છે.

સચિને જે સંગઠનને ડોનેશન આપ્યું તેણે ટિ્‌વટર પર માસ્ટર બ્લાસ્ટરનો આભાર માન્યો. હાઈ ફાઈવ યૂથ ફાઉન્ડેશન ટિ્‌વટર પર લખ્યું, ધન્યવાદ સચિન, ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે કે રમત કરૂણાને પ્રોત્સાહિત કરે છે. અમારા કોવિડ-૧૯ ફંડમાં તમે જે દાન કર્યુ તેનાથી અમને ૪૦૦૦ નબળા લોકોને નાણાકીય સહાય કરવામાં મદદ મળશે. જેમાં માયબીએમસી સ્કૂલના બાળકો પણ સામેલ છે. અમારા ઉભરતા ખેલાડીઓ તમારો આભાર માને છે, લિટલ માસ્ટર. સચિને પણ ટીમને કામગીરી માટે શુભેચ્છા પાઠવી હતી. સચિને ફાઉન્ડેશનનો જવાબ આપતાં ટિ્‌વટ કર્યુ, દૈનિક મજૂરી કરતા પરિવારોના સમર્થનમાં તમારા પ્રયાસો માટે ટીમને શુભકામના. આ પહેલા પણ સચિન કોવિડ-૧૦ સામેની લડાઈમાં પ્રધાનમંત્રી રાહત ફંડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી ચુક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૯,૬૬૨ પર પહોંચી છે. ૧૯૮૧ લોકોના મોત થયા છે અને ૧૭,૮૪૭ લોકો સાજા થઈ ગયા છે. હાલ ૩૯,૮૩૪ એક્ટિવ કેસ છે.

Related posts

કોહલી સાથેના ઝઘડા બાદ અમ્પાયરે રૂમનો દરવાજા તોડી નાંખ્યો

Charotar Sandesh

ધોની કોહલી માટે યોગ્ય મેન્ટર ઃ કેશવ બેનર્જી

Charotar Sandesh

ઈજાગ્રસ્ત બુમરાહ ડૉક્ટરોની સલાહ લેવા ઈંગ્લેન્ડ જશે…

Charotar Sandesh