કોઇ પણ યાત્રીને પહેલગામ રૂટ પર જવાની મંજૂરી નહિ મળે…
ન્યુ દિલ્હી : આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા ૨૧ જુલાઈથી શરૂ થશે અને ૩ ઓગસ્ટ સુધી ચાલશે. તે ૧૫ દિવસની અવધિની રહેશે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી ૩,૮૮૦ મીટર ઉપર સ્થિત ગુફા મંદિરમાં મુસાફરીના મામલાઓ સંભાળનારા અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) ના અધિકારીઓએ આ વાત કહી હતી.
યાત્રા માટેની ’પ્રથમ પૂજા’ યોજવામાં આવી હતી. આ સમયની મુસાફરી કોરોના વાયરસ મહામારીને કારણે અવધિમાં કટોતી કરવામાં આવી છે. સાધુઓ સિવાય, અન્ય યાત્રાળુઓમાં ૫૫ વર્ષથી ઓછી વયના લોકો માટે જ મંજૂરી રહેશે. મુસાફરી કરતા બધા લોકો પાસે કોવિડ નેગેટિવ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
એસએએસબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં યાત્રા શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા યાત્રિકોને વાયરસની ક્રોસ ચેક કરવામાં આવશે.” સાધુઓ સિવાય તમામ યાત્રિકોએ યાત્રા માટે ઓનલાઇન નોંધણી કરાવી લેવી પડશે. તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧૫ દિવસ દરમિયાન સવારે અને સાંજે ગુફા મંદિરમાં કરવામાં આવેલી ’આરતી’ દેશભરના ભક્તો માટે લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
યાત્રા ૨૦૨૦ ફક્ત ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ પરથી પસાર થશે. અધિકારીઓએ કહ્યું હતું કે, “આ વર્ષે કોઈ પણ યાત્રીઓને પહેલગામ રૂટ પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.” યાત્રા ૨૦૨૦ રક્ષાબંધનના તહેવારના દિવસે શ્રાવણ પૂર્ણિમા પર ૩ ઓગસ્ટે સમાપન થશે.