Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ વધતાં મુંબઇમાં ૩૧ ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશેઃ બીએમસીનો મોટો નિર્ણય…

અગાઉ ૨૩ નવેમ્બરથી સ્કૂલો ખૂલવાની હતી ત્યારે…

મુંબઇ : દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હવે ૩૧ મી ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રહેશે. આની જાહેરાત બીએમસીએ કરી દીધી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે ૨૩મી નવેમ્બરથી સ્કૂલો ચાલુ થવાની હતી પરંતુ ગઈકાલે રાત્રે જ સરકારે તાબડતોબ નિર્ણય ફેરવતાં હવે સ્કૂલો ચાલુ કરવા માટે નવેસરથી તારીખની જાહેરાત કરવામાં આવશે. બીએમસી કમિશ્નરે આ બાબતની જાહેરાત કરી છે કે મુંબઈમાં ૩૧મી ડિસેમ્બર સુધી કોઈ સ્કૂલો ખુલશે નહીં.
હકિકતમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસો વધતાં બીએમસી દ્વારા સ્કૂલો ૩૧મી ડિસેમ્બર સુધી ચાલુ ન કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા તામિલનાડુ સરકારે પણ સ્કૂલો ચાલુ ન કરવાનો નિર્ણય લીધો હતો. દેશભરમાં કોરોનાસંક્રમણથી સૌથી પહેલા સ્કૂલો બંધ કરાઈ હતી જે પછી દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું હતું. લાંબા સમયથી સ્કૂલ કોલેજો બંધ છે. લોકડાઉન સમયથી સ્કૂલો બંધ હતી જેને ચાલુ કરવા માટે કેન્દ્ર સરકારે એસઓપી પણ બહાર પાડી દીધી છે. પરંતુ કોરોનાના વધતા કેસો વચ્ચે જે તે રાજ્ય સરકારો આ બાબતનો નિર્ણય લેતા હોય છે.
નોંધનીય છે કે, મુંબઈમાં ૨૩ નવેમ્બરથી ધોરણ-૯થી ધોરણ-૧૨ માટે સ્કૂલો ખોલવાની તૈયારી કરવામાં આવી રહી હતી. શિક્ષણ વિભાગે તેને લઈને ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી હતી. આ ગાઇડલાઇન્સ મુજબ બાળકોની કોરોના તપાસ કરાવવી અનિવાર્ય હતી, પરંતુ આ તમામ તૈયારીઓ વચ્ચે હવે સ્કૂલોને ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Related posts

ભારતમાં આવનાર વિદેશ પ્રવાસીઓને ફરજીયાત ૭ દિવસ ક્વોરન્ટાઈન કરાશે

Charotar Sandesh

વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા ભારત પાસે અનુભવી ખેલાડીઓ છેઃ અમરનાથ

Charotar Sandesh

સુપ્રીમનો ગુજરાત સરકારને ઝટકો : કામદારોને ઓવર ટાઈમ ચૂકવવામાંથી મુક્તિ આપતું જાહેરનામું સુપ્રિમે રદ્દ કર્યું

Charotar Sandesh