મુંબઈ : સોનાક્ષી સિંહા કોરોના પ્રકોપમાં રાહત આપવા માટે વિવિધ રીતે મદદ કરી રહી છે. હાલમાં ્તેણે પોતાના આર્ટ વર્કના લીલામ શરૂ કર્યા છે. સોનાક્ષી સિંહાએ ટ્વીટરના પોતોના અકાઉન્ટ પરથી શેર કર્યું છે કે, મારા આર્ટ વર્કના હું લીલામ કરી રહી છું. તેમાંથી જે પણ રૂપિયા આવશે તે હું શ્રમિકોના રેશનિંગ માટે વાપરીશ. આ વીડિયોમાં સોનાક્ષીએ પોતાના આર્ટ વર્ક પણ દાખવ્યા છે. અભિનેત્રીએ વધુમાં ણાવ્યું છે કે, જે લોકો પાસે એક રૂપિયાની પણ આવક નથી, અને જે પોતાના તથા પરિવારનું પેટ ભરવામાં અસમર્થ છે તે છે શ્રમિકો. મેં કેનવાસ અને સ્કેચના ચિત્રકામની લીલામી કરવાનો ફેંસલો લીધો છે. આ મેં બહુ દિલથી બનાવ્યા છે. લીલામમાંથી મેળળેલા પૈસામાંથી હું આ ગરીબ બબખ્યા મજૂરોના રેશિનિંગ માટે આપીશ.મહેરબાની કરીને મારા આર્ટ વર્કને લોકો ખરીદે, તેની સારી રીતે સંભાળ કરે અને પોતાના ઘરના ડેકોરેશનમાં વધારો કરવાની સાથેસાથે ગરીબોને મદદ કરે.
આ વીડીયો શેર કરતા સોનાક્ષીએ ટ્વીટર પર લખ્યું છે, સદકાર્ય માટે લીલામ. મેં ફેનકાંઇડથી એક ટીમ બનાવી છે, જે મારી કલાને લીલામ કરીને ભૂખ્યા મજૂરો માટે રેશનિંગ હેમ્પર ખરીદવા રૂપિયા ભેગા કરે. દરેક લોકો માટે આમાં કાંઇકને કાંઇક છે, જેમ કે ડિજિટલ પેઇન્ટિંગ, સ્કેચ અને મોટા કેનવાસ પેઇન્ટિંગ. વધુ બોલી મેળવનારને એ આર્ટ વર્ક આપવામાં આવશે.