બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-૨૦ની પૂર્વસંધ્યાએ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, મારુ કામ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમને આગળ લઇ જવાનું છે. હું નિયમિત કપ્તાન નથી, હું માત્ર વિરાટ હેઠળ ટીમે જે લય મેળવી છે તેને જાળવી રાખવાનું કામ કરીશ. આની પહેલા પણ મને જ્યારે કપ્તાની મળી હતી ત્યારે મારો ધ્યેય વિરાટે ટીમ માટે જે પણ કર્યું તે મોમેન્ટમ કાયમ રાખવાનો હતો. રોહિતે કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ સીરિઝમાં સંજુ સેમસન અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓને તક આપશે.
રોહિતે કહ્યું કે, સંજુ છેલ્લા કેટલાક વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં સારું પ્રદર્શન કરતો આવ્યો છે. જ્યારે શિવમે છેલ્લા એક વર્ષમાં સારું પ્રદર્શન કરીને નામ બનાવ્યું છે. તે બંનેમાં પ્રતિભાની કોઈ કમી નથી. તેમણે આ વખતે પણ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. અમે પિચ અને પરિસ્થિતિ જોઈશું. ત્રણ સ્પિનર્સ રમાડવા કે ત્રણ ફાસ્ટ બોલર્સ તેના પરથી નક્કી થશે કે તેમને જગ્યા મળે છે નહીં.