Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલી એક ટીમ માટે રમીને ૬ હજાર રન બનાવનાર પ્રથમ બેટ્‌સમેન…

મુંબઇ : કેપ્ટન વિરાટ કોહલીની ધમાકેદાર ઇનિંગ્સ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેમના બોલિંગ પ્રદર્શનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને ૩૭ રનથી હરાવી હતી. કોહલીએ આ મેચમાં અણનમ ૯૦ રન બનાવ્યા, જેના પર તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૭૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઇનિંગ દરમિયાન કોહલીએ સાથી ખેલાડી એબી ડીવિલિયર્સના અંદાજમાં શોટ રમ્યો, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા. અગાઉ કોહલીએ આવુ કર્યું ન હતું. ઝડપી બોલરની બોલિંગ પર શોટ રમ્યો ન હતો.
વિરાટ કોહલીએ IPL બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોહલી IPL અને ટી ૨૦ના ઇતિહાસમાં કોઈ એક ટીમ માટે રમીને ૬૦૦૦ રન બનાવનારો પ્રથમ બેટ્‌સમેન બન્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમતી વખતે વિરાટે ૬૦૦૦થી વધુ રન બનાવ્યા છે. ટી ૨૦ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ એક ટીમ માટે કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન છે.
કોહલી પહેલા ટી -૨૦ માં કોઈ પણ બેટ્‌સમેન ૬૦૦૦ રન બનાવી શક્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ટી ૨૦ વતી સુરેશ રૈનાએ ૫૩૬૯ રન બનાવ્યા છે.

Related posts

કોહલીએ ૭૪ રન બનાવી ૫૧ વર્ષ જૂનો પટૌડીનો તોડી નાંખ્યો રેકોર્ડ…

Charotar Sandesh

ઇન્સ્ટાગ્રામ રિસ લિસ્ટ-૨૦૨૦ ટૉપ-૧૦૦ના લિસ્ટમાં કોહલી-૨૬મા ક્રમે…

Charotar Sandesh

કોરોનાના ડરથી આઇપીએલ છોડી રહ્યા છે ક્રિકેટરો છતાં ટૂર્નામેન્ટ રમાડવા બોર્ડ મક્કમ…

Charotar Sandesh