Charotar Sandesh
સ્પોર્ટ્સ

ક્યારેય નથી કહ્યું કે ભારત જાણી જોઇને હાર્યુ : બેન સ્ટૉક્સ

ભારતીય ટીમ જાણી જોઇને ઇંગ્લેન્ડ સામે હારી : સિકંદર બખ્ત

નવી દિલ્હી : વર્લ્ડકપ ૨૦૧૯માં ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની જીતના હીરો રહેલા ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સનું પુસ્તક ’ઓન ફાયર’ હાલ ખુબ ચર્ચામાં છે. આ પુસ્તકમાં બેન સ્ટૉક્સે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી લીગ મેચનો ઉલ્લખ કરતાં લખ્યું- ભારતીય ટીમે લક્ષ્યનો પીછો કરતા બરાબર કોશિશ ન હતી કરી.
સ્ટૉક્સની આ વાતને આધાર ગણાવતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સિકંદર બખ્તે કહ્યું કે ભારતીય ટીમ જાણી જોઇને ઇંગ્લેન્ડ સામે હારી, જેથી પાકિસ્તાન બહાર થઇ જાય. બખ્તના આ નિવેદન બાદ હવે સ્ટૉક્સે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. બખ્તે ગુરુવારે એક ટ્‌વીટ કર્યુ, જેમાં તેને વર્લ્ડકપ દરમિયાન ટીવી ડિબેટનો એક જુનો વીડિયો પણ પૉસ્ટ કર્યો હતો. પોતાના ટ્‌વીટમાં બખ્તે એકવાર ફરીથી એ વાત કહી, બેન સ્ટૉક્સે પોતાના પુસ્તકમાં લખ્યું કે ભારત જાણી જોઇને ઇંગ્લન્ડ સામે હાર્યુ જેથી પાકિસ્તાન બહાર થઇ શકે અને અમે પહેલાથી તેનો અંદાજો લગાવી લીધો હતો.
બખ્તના આ ટ્‌વીટ પર એક યૂઝરે સવાલ પુછ્યો કે સ્ટૉક્સે આ વાત કહી? આના જવાબામં સ્ટૉક્સે ટ્‌વીટ કરીને લખ્યુ- તમને તે ક્યાંક નહીં મળે, કેમકે મે એવુ ક્યારેય નથી કહ્યું. આને શબ્દોનુ તોડવુ-મરોડવુ કહે છે કે ક્લિક બેટ. સ્ટૉક્સના પુસ્તક ઓન ફાયરનો એક ભાગ થોડાક દિવસો પહેલા મીડિયામાં સામે આવ્યો. આમાં સ્ટૉક્સે લખ્યું હતુ કે બર્મિંઘમાં રમાયેલી મેચમાં તે ભારતીય ટીમની ચેજ કરવાની રણનીતિથી ચોંકી ગયો હતો. સ્ટૉક્સે કહ્યું ભારતીય બેટ્‌સમેનોમાં જીત માટે ઉતાવણ ક્યારેય ના દેખાઇ. ઇંગ્લેન્ડે તે મેચ ૩૧ રનથી જીતી લીધી હતી.

Related posts

ટી-૨૦ રેન્કિંગ : ’હેટ્રિક મેન’ લસિથ મલિંગાએ ૨૦ સ્થાનોની છલાંગ લગાવી…

Charotar Sandesh

આઈપીએલ T20 વર્લ્ડ કપમાં ઈશાન કિશનને મળ્યું સ્થાન

Charotar Sandesh

વર્લ્ડ કપની સેમીમાં ધોનીને આઉટ થતો જોઈને હું રડવાનું રોકી નહોતો શક્યો : ચહલ

Charotar Sandesh