Charotar Sandesh
ગુજરાત

ક્રિકેટ માટે રાત્રિ કર્ફ્યૂમાં રાહત : હવે ૪ મહાનગરોમાં રાતના ૧૨થી ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ…

ડે-નાઈટ ટેસ્ટ જોઈને નીકળેલા પ્રેક્ષકોને મુશ્કેલી ન પડે તે માટે કર્ફ્યૂ લંબાવાયો હોવાની ચર્ચા…

સુરત : ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ કાબૂમાં છે અને રિકવરી રેટ લગભગ ૯૮ ટકાની આસપાસ છે. એવા સમયે ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને રાત્રિ કરફ્યૂમાં વધુ રાહત આપતો નિર્ણય લીધો છે. ગુજરાતના ૪ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે ગુજરાતના ૪ મહાનગરમાં રાત્રે ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લંબાવાયો છે. અગાઉ સરકારે મહાનગરમાં રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રાખ્યો હતો. પરંતુ આજરોજ રાત્રિ કરફ્યૂની મુદ્દત પુરી થતી હતી. ત્યારે આજે ત્રણ વાગે કોર કમિટીમાં રાત્રિ કરફ્યૂને લઈને એક કલાકનો વધારો લોકોને આપવામાં આવ્યો છે. હવે ગુજરાતના ૪ મહાનગરોમાં ૨૮ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. નોંધનીય છે કે, રાજ્યનાં ચાર મહાનગરમાં રાત્રિ કરફ્યૂ યથાવત્‌ રાખવામાં આવ્યો છે. સામે ઉનાળો આવતો હોવાથી લોકોને રાજ્ય સરકાર તરફથી રાત્રિ કરફ્યૂમાં મોટી રાહત મળવાની અપેક્ષા હતી, પરંતુ આજે કોર કમિટીની બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કરફ્યૂ યથાવત્‌ રાખવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. બીજી બાજુ અમદાવાદ પોલીસ કમિશનર પણ આજે સાંજ સુધીમાં જાહેરનામું બહાર પાડી શકે છે. અગાઉ ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને રાહત આપતો નિર્ણય કરીને પહેલી ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કરફ્યૂ ૧૧ વાગ્યાથી લઇને સવારે ૬ વાગ્યા સુધીનો કર્યો હતો. આ સપ્તાહમાં મહાનગરોની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત આગામી ૨૪ ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાનાર છે. જેને પગલે રાત્રિ કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ૫૦ હજાર જેટલા દર્શકો અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવનાર છે. આ સંજોગોમાં કર્ફ્યૂ હોવાને કારણે દર્શકોને ભારે મુશ્કેલી પડી શકે છે. જેને પગલે કર્ફ્યૂના કારણે પોલીસ અને પ્રક્ષેકો વચ્ચેની બબાલ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી પ્રબળ શક્યતા છે. સરકારની સૂચના અનુસાર, ૧૫ ફેબ્રુઆરી બાદ જો કોરોના સંક્રમણની સ્થિતિ વધુ કાબૂમાં રહેશે તો પુનઃ સમીક્ષા કરીને કરફ્યૂ હટાવવા કે એમાં વધુ ઘટાડો કરવાનો નિર્ણય આજે લેવાયો છે.
રાત્રિ કર્ફ્યૂની સાથે સરકાર લગ્ન પ્રસંગ તેમજ અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટછાટ આપી શકે છે. એક મહિના પહેલાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન અને અન્ય પ્રસંગો યોજનારા પરિવારો માટે હાશકારો થાય એવા સમાચાર પણ છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જો ખુલ્લા સ્થળોમાં, પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ જેવાં સ્થળોએ યોજાવાના હોય તો એમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં. જ્યારે બંધ સ્થળો જેવાં કે હોલ, બેન્ક્‌વેટ કે હોટલ, ઘર કે અન્ય કોઇ ખાનગી કે જાહેર મકાન અથવા જ્ઞાતિની વાડીઓમાં સમારોહ યોજવો હોય તો એ સ્થળની કુલ વ્યક્તિ ક્ષમતાના પચાસ ટકા પણ સંખ્યાની દૃષ્ટિએ ૨૦૦થી વધુ નહીં તેટલા લોકો ભાગ લઇ શકે છે.

Related posts

વધુ છૂટછાટો અપાઈ : મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નિર્ણયો

Charotar Sandesh

સ્કુલ ચાલુ થતા વાલીઓ દ્વારા કહેવાયું કે, વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી

Charotar Sandesh

ગુજરાત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પર ભાજપની નજર છે : જાણો કોણે ટ્‌વીટ કરી કર્યો ધડાકો

Charotar Sandesh