પુણે : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૩ મેચોની સિરીઝની પ્રથમ વનડેમાં ભારત તરફથી ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્દાપણ કર્યું છે. ક્રુણાલ અને કૃષ્ણાએ હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનું તેને ઈનામ મળ્યું છે.
ક્રુણાલને તેના નાના ભાઈ હાર્દિક પંડ્યાએ ડેબ્યુ કેપ આપી તો કૃષ્ણાને કેએલ રાહુલે કેપ આપી હતી. ૨૯ વર્ષીય ક્રુણાલ આ પહેલા ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. ક્રુણાલે ૧૮ ટી૨૦ મેચમાં ૧૨૧ રન બનાવવાની સાથે ૧૪ વિકેટ ઝડપી છે. ક્રુણાલ ડેબ્યુ કેપ હાસિલ કર્યા બાદ ભાવુક થઈ ગયો હતો. કેપ હાલિ કરી ક્રુણાલે આકાશ તરફ જોતા પોતાના પિતાને યાદ કર્યા હતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વસીમ જાફરે ફોટો ટ્વીટ કરી લખ્યુ, ’’મારી આંખોમાં કંઈક છે.