Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો : હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ…

અત્યાર સુધી જિલ્લામાં કોરોના (C O V ID-19) સંક્રમિત કુલ ૧૧૨ પોઝીટીવ કેસ…

ખંભાતના ૪૨ વર્ષીય પુરુષ કોરોના મુક્ત થતા રજા અપાઈ : ૯૧ દર્દીઓ સાજા થતા હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ…

જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૩૯૨ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : આજે જિલ્લાનાં ખંભાત તાલુકાના ઉંદેલ ગામની બરોડા બેંક પાસે રહેતા ૭૪ વર્ષીય પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવતા અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૧૧૨ થઇ જવા પામી છે.

આણંદ જિલ્‍લાના ખંભાત ખાતેના પીઠ બજારનાં રવાડીયાવાડ ખાતે રહેતા ૪૨ વર્ષીય પુરુષ સાજા થતા તેઓને રજા આપવામાં આવેલ છે. આમ જિલ્લામાં પોઝેટીવ કોરોના મુક્ત દર્દીઓની સંખ્‍યા ૯૧ થઇ છે. જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૧૧ દર્દીઓ તેમજ ત્રણ નોન કોવીડ દર્દી મળીને કુલ ૧૪ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૩૩૯૨ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૩૫૦૪ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. શાલિની ભાટીયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

આજે જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ સાત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી બે દર્દીઓને કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે તેમજ પાંચ દર્દીઓને કરમસદ ખાતે આવેલ  શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

જે પૈકી કોરોના પોઝીટીવ ચાર દર્દીઓ O2 ઉપર સારવાર હેઠળ છે. ૧ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૨ દર્દીની સ્થિતિ હાલમાં સામાન્ય છે.

Related posts

નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

Charotar Sandesh

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. સેનેટ જંગમાં રાજકીય પક્ષ સક્રિય બનતા હવે રાજકારણ ગરમાયું

Charotar Sandesh

જિલ્લામાં રથયાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ટ્રસ્ટીઓ-આયોજકો સાથે યોજાયેલ બેઠક

Charotar Sandesh