Charotar Sandesh
ગુજરાત

ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી સ્કૂલ ફી ઉઘરાવવાનો મામલે હાઈકોર્ટમાં સુનાવણી ટળી…

અમદાવાદ : ફી ઉઘરાવવા મામલે સ્કૂલ સંચાલકોની મનમાની સામે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીના જવાબમાં સ્કૂલ સંચાલકોએ ગુરુવારે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં રજૂઆત કરી હતી કે, વિદ્યાર્થીઓની ફી યથાવત રાખીને એફઆરસીએ સ્કૂલોને ૫ થી ૧૨ ટકા જે ફી વધારો મંજૂર કર્યો હતો તે વધારો સંચાલકો જતો કરવા તૈયાર છે. સરકારે સંચાલકો સાથે કરેલી બે બેઠકોમાં સંચાલકો સહેજ પણ નમતું જોખવા તૈયાર થયા નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે.
આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે. શાળા સંચાલકો નહી સુધરે તો હાઇકોર્ટ વચગાળાની ફોર્મ્યુલા તૈયાર કરી તેનું પાલન કરવા આદેશ કરી શકે છે. લોકડાઉનને લીધે વાલીઓના વેપાર-ધંધા પર વિપરિત અસર થઇ હોવાથી ફી ચૂકવી શકે તેમ નથી. તેવી રજૂઆત કરાઇ હતી. હાઇકોર્ટે અગાઉ સંચાલકોને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે,૫ મહિનાથી સ્કૂલો પણ બંધ છે તેથી પૂરી ફી વસૂલવી યોગ્ય નથી. ફી વસૂલીને નફાખોરી કરી શકાય નહીં. સરકારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ફી મામલે સંચાલકો સાથે ખુલ્લા મને બે વખત વચલો રસ્તો શોધવા બેઠક કરવામાં આવી છે.
સરકારે વિદ્યાર્થીઓની ૨૫ ટકા ફી માફ કરવા દરખાસ્ત આપી હતી. જેનો સંચાલકોએ ઇન્કાર કર્યો છે. સંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નથી. આ અંગે હાઇકોર્ટે સંચાલકોને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. સંચાલકોએ દલીલ કરી છે કે અમે એફઆરસીએ કરેલા ૫ થી ૧૨ ટકાની ફી વધારાને જતો કરવા તૈયાર છીએ પરતું જે ફી લેવાય છે તેમા કોઇ ફેરફાર નહી કરીએ.

Related posts

ગણેશોત્સવમાં ડીજેની પરવાનગી અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે

Charotar Sandesh

જીવાદોરી નર્મદા ડેમ છલોછલ થઈ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નીરના વધામણાં કર્યા, જુઓ તસ્વીરો

Charotar Sandesh

કોરોનામાં ડાયરો : આયોજકની ધરપકડ, ૧૨ સામે ફરિયાદ, ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ…

Charotar Sandesh