Charotar Sandesh
ગુજરાત

ખુલ જા સીમ સીમ : ગુજરાતના બજેટના વાદળોમાંથી યોજનાઓનો વરસાદ

સાતમી વખત બજેટ રજુ કરતા નીતિન પટેલઃ બજેટનું કદ ૨ લાખ કરોડ આસપાસઃ નવા નાણાકીય વર્ષમાં ખેડૂતલક્ષી ઝોક : નવી જાહેરાતોનો નિર્દેષ

ગાંધીનગર,

ગુજરાતની રૂપાણી સરકારનું વધુ એક બજેટ સત્ર આજથી શરૂ થયુ છે. તા. ૨ જુલાઈથી ૨૫ જુલાઈ સુધી ચાલનાર સત્રમાં આજે પ્રથમ દિવસે જ બપોરે બજેટ રજૂ થઈ રહ્યુ છે. અગાઉ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ૪ મહિનાનું લેખાનુદાન રજૂ થયેલ. આજે પૂર્ણ બજેટ સામે આવી રહ્યુ છે. નાણા ખાતાનો કાર્યભાર સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ અગાઉ બે વખત લેખાનુદાન અને ૪ વખત પૂર્ણ બજેટ રજૂ કરી ચૂકયા છે. આજે કારકીર્દિનું સાતમુ બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ ૧૮ જેટલા બજેટ રજૂ કરવાનો વજુભાઈ વાળાનો વિક્રમ છે. ત્યાર પછી સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી તરીકે નીતિન પટેલનું નામ આવતુ હોવાનું માનવામાં આવે છે.

રાજ્યના બજેટના વાદળોમાંથી યોજનાઓ વરસવાના સંકેત છે. વિધાનસભા સત્રમાં ફાયર સેફટી સહિતના કેટલાક વિધેયકો રજુ કરવામાં આવશે. ઈ-સિગારેટ, સંસ્કૃતિ બોર્ડની રચના, અશાંત ધારો વગેરે વિધેયકો આવી રહ્યા છે. સતત બીજી વખત તોતીંગ બહુમતી મેળવી દેશનું સુકાન સંભાળવા બદલ નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ કરવાની પણ શાસક ભાજપની તૈયારી છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સરકારનો આક્રમક વિરોધ કરવા માગે છે. મગફળી અને ખાતર પ્રકરણ તેમજ કાયદો વ્યવસ્થા, પાણી, ખેડૂતોના પ્રશ્નો વગેરેને ધ્યાને રાખી કોંગ્રેસ જોરદાર વિરોધના મૂડમાં છે. આજની બજેટ સભામાં દિવંગત ધારાસભ્યો કાંતિલાલ પટેલ, સવસીભાઈ મકવાણા, રતિભાઈ સુરેજા, ચંદ્રકાંત પરીખ, કાંતિભાઈ ભીલ, પ્રહલાદભાઈ પટેલ વગેરે માટે શોકદર્શક ઠરાવો થશે.

Related posts

પેટાચૂંટણી : આઠ બેઠકો પર ૫૭.૭૮ ટકા મતદાન,સૌથી વધુ ડાંગમાં ૭૪ ટકા…

Charotar Sandesh

ભરૂચમાં મુખ્યમંત્રીએ ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કર્યું…

Charotar Sandesh

ડિજિટલ ’યુદ્ધ’ : ’મને ખબર નથી’ સામે ’પાકી ખબર છે મને’ નો ટ્રેન્ડ ચાલ્યો…

Charotar Sandesh