Charotar Sandesh
ગુજરાત

ખુશખબર… ગુજરાતમાં કોરોના રસીના વધામણા : કોવિશીલ્ડનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો…

કોરોનાની રસીનો જથ્થો એરપોર્ટથી ગાંધીનગર અને અમદાવાદના સેન્ટ્રલ સ્ટોરેજ ડેપો રવાના થયો….

અમદાવાદ : પુનાથી કોરોનાની વેક્સિનનો પ્રથમ જથ્થો ખાસ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. મંગળવારે સવારે વિમાન એરપોર્ટ પર આવી પહોંચ્યું, ડે.સીએમ નીતિનભાઈ પટેલ સહિત મંત્રીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કંકુ, ચોખા અને શ્રીફળ સાથે કોરનાની રસીના વધામણા કરવામાં આવ્યા હતા અને રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય જલ્દીથી સુધરે તેવી કામના સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિએ રસીને ગાંધીનગર અને અમદાવાદના સેન્ટ્રલ સ્ટોરેજ ડેપો પર મોકલવા લીલીઝંડી આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનેશનમાં કોઈ રાજકીય હોદ્દા કે વગનો ઉપયોગ કરી ગેરલાભ ન ઊઠાવે એ સુનિશ્ચિત કરાશે. ૧૬ જાન્યુઆરીથી રાજ્યમાં રસીકરણનું અભિયાન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને જે રસી આપવાનું અભિયાન શરૂ કર્યું છે તેના ભાગરૂપે પૂણેથી વિમાન દ્વારા ૨.૭૬ લાખ વેક્સિનનો જથ્થો ગુજરાતને આજે મળ્યો છે. પ્રજાની લાગણીઓને પૂર્ણ કરવા પીએમ મોદી જે પ્રયાસો કરી રહ્યા છે તેને પગલે આજે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રસીના આ જથ્થાને સ્વીકારવામાં આવ્યો છે.

અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર એમ ત્રણ ઝોન માટે ૨.૭૬ લાખ કોવિશીલ્ડ રસીનો જથ્થો એર ઇન્ડિયાના વિમાન મારફતે આવી પહોંચ્યો હતો. દક્ષિણ અને મધ્ય ઝોન માટેનો જથ્થો જમીન માર્ગે આજે આવશે.

Related posts

અધિકારી વિના ચાલતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ : ૨૬ જિલ્લામાં ઇન્ચાર્જ અધિકારીના ભરોસે…

Charotar Sandesh

મોંઘવારીના કારણે ભુખ્યા સુઇ જતાં લોકોની ભુખ શું યોગ મટાડશે ? : જયરાજસિંહ પરમાર

Charotar Sandesh

શ્રમિકો જિલ્લા કોંગ્રેસ કંટ્રોલ રૂમનો કરે સંપર્કઃ અમિત ચાવડા

Charotar Sandesh