Charotar Sandesh
ઈન્ડિયા

ખેડૂત આંદોલન પર સુપ્રિમ ચિંતિત : કહ્યુ, વાતચીતથી મામલાનો ઉકેલ આવે…

આગામી ૧૧ જાન્યુઆરીએ વધુ સુનાવણી…

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાની સામે છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કૃષિ કાયદાની સામે થયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અમે પરિસ્થિતિને સમજીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે, વાતચીતથી મામલાનો ઉકેલ આવે.
નવા કૃષિ કાયદાની બંધારણીય માન્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે, લાંબા સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતોને ધ્યાને લઈ અમને પરિસ્થિતિમાં કોઈ બદલાવ દેખાતો નથી. કોર્ટ ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાની અરજી પર સોમવારે સુનાવણી કરશે. હજારોની સંખ્યામાં ખેડૂતો તા.૨૬ નવેમ્બરથી દિલ્હીની જુદી જુદી બોર્ડર પર ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ માહોલ વચ્ચે સરકાર અને ખેડૂતો વચ્ચે આઠ રાઉન્ડમાં વાતચીત થયેલી છે. પણ તમામ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, અમે પરિસ્થિતિ સમજીએ છીએ. સુનાવણી દરમિયાન સરકાર તરફથી જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ કે.કે. વેણુંગોપાલ ખાસ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, ટૂંક જ સમયમાં ખેડૂતોના આ મુદ્દાનો નીવેડો આવશે એવી આશા વ્યક્ત કરીએ છીએ. જેથી આ વિરોધ ખતમ થશે. આ કેસમાં તમામ સુનાવણી હવે તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થશે.
સરકાર તરફથી તુષાર મહેતાએ કહ્યું કે, આ કેસમાં કૃષિ કાયદા અને ખેડૂત આંદોલનના મામલે સુનાવણીની કોઈ જરૂર નથી. કારણ કે, હજું બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલું છે. જેની સામે ચીફ જસ્ટિસે કહ્યું કે, સોમવારે સમગ્ર કેસને ફરી જોવામાં આવશે અને સુનાવણી થશે. જો વાતચીત સકારાત્મક રહી તો સુનાવણી રદ્દ થશે. છેલ્લા ૪૧ દિવસથી ખેડૂતો દિલ્હીની જુદી જુદી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તા.૮ જાન્યુઆરીના રોજ સરકારના પદાધિકારીઓ અને ખેડૂત સંગઠનના આગેવાનો વચ્ચે નવમી વખત બેઠક યોજાશે. કૃષિ કાયદાને લઈને સરકાર કે ખેડૂત બંનેમાંથી કોઈ પોતાના વલણ બદલવા માટે તૈયાર નથી. ખેડૂતોએ ક્હયું હતું કે, જ્યાં સુધી ત્રણેય કાયદા રદ્દ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.

Related posts

ભારત પાડોશી દેશ શ્રીલંકાના આર્થિક સંકટમાં ૩.૮ બિલિયન ડોલરની મદદ કરશે, જુઓ વિગત

Charotar Sandesh

ભારતના તમામ રાજ્યોના લોકસભા ચૂંટણીના પરિણામો લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો…

Charotar Sandesh

દેશમાં કોરોનાને જોતા દેશમાં લોકડાઉન લાગુ થશે? ગૃહમંત્રી અમિત શાહે આપ્યો આવો જવાબ…

Charotar Sandesh