Charotar Sandesh
ગુજરાત

ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે : અમદાવાદ મેડિકલ એસોસિએશન

ડોક્ટર્સોની કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની ચીમકી…

ગાંધીનગર : ડોક્ટર્સ ગરબાની મંજૂરીના વિરોધમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે. ત્યારે તેમને સરકારને ચીમકી આપી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે ગરબાના કારણે કોરોના સંકર્મિત થનારની સારવાર નહીં કરીએ. ગરબાની મંજૂરીની વાતને લઈ ડોક્ટર્સ નારાજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક મેસેજો વાયરલ થયા છે, જેમાં નવરાત્રિ દરમિયાન કોઈ સંક્રમિત થાય તો તેની સારવાર ન કરવા જણાવાયું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન ગરબાની મંજૂરીની વિરૂધ્ધમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે એએમએએ કહ્યું કે રાજ્ય સરકારે ગરબાની મંજૂરી ન આપવી જોઈએ.

નવરાત્રિ માટે બને તેટલી છૂટછાટ આપવામાં આવશે, તેવા સરકારના નિવેદન બાદ કોરોનાની સારવારમાં ખડેપગે રહેલા ડોક્ટર્સ નારાજ થયા છે. ડોક્ટર્સ તરફથી સોશ્યલ મીડિયામાં એવા મેસેજ ફરતા થયા છે કે, ગરબાના કારણે કોરોના સંક્રમિત થનાર લોકોની સારવાર નહી કરીએ. એક તરફ ડેકોરેટર્સ અને ગરબા ઓર્ગેનાઈઝર્સ અને બીજી તરફ ડોક્ટર્સ સામસામે સરકાર પર દબાણ લાવી રહ્યાં છે. ડોક્ટર્સ તરફથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, સરકાર નવરાત્રિની છૂટ આપવાનું વિચારે છે ત્યારે ડોક્ટર્સને પુરો હક છે કે એ પહેલા નોરતા પછી ગરબા રમીને કે ગરબા ગ્રાઉન્ડમાં જઈને કોરોના પોઝિટીવ થયા હોય તો એની સારવાર કરવામાં અસહમતિ કે અસમર્થતા દેખાડી શકે છે.

માર્ચ મહિનાથી કોરોના સામે લડવા પડેલા દરેક મેડિકલ પ્રોફેશનલની અને તેમની જીંદગીની કંઈક તો કદર અને કીંમત કરો. દર્દીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ પોતાના શોખને પોષવાની અને ભીડમા ધરાર જવાની મૂર્ખાઈને કારણે બની બેઠેલા દર્દીઓની ચાકરી કરવાનું લખાવીને આવ્યા નથી. આવા મેસેજ ફરતા થયા છે તે જોતા લાગી રહ્યું છે કે ડોક્ટર્સનો ગુસ્સો હોય શકે છે. પરંતુ ડોક્ટરની ફરજ છે કે દર્દીની સારવાર કરવી અને ડોક્ટર કોઈપણ સંજોગોમાં દર્દીની સારવાર કરે જ, પરંતુ સરકારે ગરબાને મંજૂરી ન આપવી જોઈએ.

Related posts

ગુજરાતમાં પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી : તાપમાન ઘટશે, ઠંડી વધશે, જુઓ વિગત

Charotar Sandesh

સોમવારથી વિધાનસભાનું સત્ર તોફાની બનશે, અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે…

Charotar Sandesh

સીનોર તાલુકાના અંબાલી ગામે આવેલ શ્રી મહાસતી અનસૂયા માતાજીના મંદિરનું મહત્ત્વ અને ઈતિહાસ

Charotar Sandesh