ગાંધીનગર : કોરોના કહેર વચ્ચે હાલ ચારેબાજુ કોરોના વાયરસ પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હાલ અમદાવાદ બાદ સુરતને પોતાના ભરડામાં લીધું છે. ગાંધીનગરમાં પણ એકપછી એક નેતાઓને કોરોના વાયરસ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨માં કોરોના કેસો સામે આવ્યા હોય તેવા અહેવાલ મળી રહ્યો છે. સ્વર્ણિમ સંકુલ-૨માં ક્લાર્કને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. સ્વર્ણિમ સંકુલ-૨માં કોરોના વાયરસના કારણે બચવા માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેમ છતાં ગુજરાત સરકારના મંત્રીઓ સ્વર્ણિમ સંકુલમાં જ્યાં બેસે છે ત્યાં કોરોનાએ પગપેસરો કરી દીધો છે.
તમને જણાવીએ કે સ્વર્ણિમ સંકુલ-૨માં અનેક મોટા મંત્રીઓની ઓફિસ આવેલી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ૨માં નોકરી કરતા કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે. સ્વર્ણિમ સંકુલ ૨મા ગુજરાત સરકારના અનેક મંત્રીઓ બેસે છે, ત્યાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ૨માં ક્લાર્કની નોકરી કરતા ૬૦ વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત બન્યા છે. સ્વર્ણિમ સંકુલ ૨ માં અનેક મોટા કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની ઓફિસ આવેલ છે.
૨૪ કલાકમાં ૩૦ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ ૧૧૦૮ પોઝિટિવ રિપોર્ટ ઉમેરાતા ગુજરાતમાં કૂલ કેસો ૫૭,૯૮૨ થયા છે. અનલોક-૨ પૂર્ણ થતા પહેલા કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ૬૨ હજારને પાર થાય તો નવાઈ નહી. સોમવારે સાંજે પાંચ વાગ્યા પછી સુરતમાં વધુ ૧૨, અમદાવાદમાં ૪, ભાવનગર- રાજકોટમાં બે-બે દર્દીઓએ દમ તોડયો હતો. ગાંધીનગર, જામનગર અને વડોદરામાં પણ સારવાર લઈ રહેલા એક- એક એમ વધુ ૨૪ નાગરીકોના મોત થતા ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કૂલ ૨૩૭૨ ચેપગ્રસ્તોના મૃત્યુ થઈ ચૂક્યા છે.