ગાઝિયાબાદ : દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના મુરાદનગરમાં સ્મશાનમાં થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૫ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનાની નોંધ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત અને કાર્યવાહી પ્રદાન કરવા સૂચના આપી હતી. કોન્ટ્રાક્ટર, મ્યુનિસિપલ એક્ઝિક્યુટિવ ઓફિસર સહિત ઘણા લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. આ કેસમાં ઈઓ, એન્જીનિયર અને સુપરવાઈઝરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાક્ટર ફરાર છે.
આ તે લોકો છે જેની બેદરકારીથી ગાઝિયાબાદના મુરાદનગરમાં બે ડઝનથી વધુ લોકોની જીંદગી છિનવાઇ ગઇ. ગાઝિયાબાદ પોલીસે આ ચારેય લોકો સહિત કેટલાક લોકો સામે એફઆઈઆર નોંધી છે. હવે એક્શનની રાહ જોવાઈ રહી છે. તો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદ પ્રશાસન પાસેથી આ અકસ્માતનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેનાથી વિચલિત થઈ ગયા. તેમણે ટિ્વટ કરીને કહ્યું, ‘મુરાદનગરમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયાના સમાચારથી ભારે દુખ થયું છે. રાજ્ય સરકાર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. હું આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, તેમજ ઈજાગ્રસ્તો સ્વસ્થ જલ્દી થાય તેવી શુભેચ્છા પાઠવું છું.