Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના આયોજકોની ભાજપના પ્રદેશ પ્રમુખ સમક્ષ નવરાત્રિની મંજૂરી આપવા અંગે રજૂઆત…

રાજકોટના આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરતા અટકળો શરુ…

કોરોના સંકટ વચ્ચે રુપાણી સરકાર નવરાત્રિના આયોજન છૂટટાટ આપે તેવી શક્યતા…

ગાંધીનગર : ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. નવરાત્રિમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. કોરોનાની મહામારી વચ્ચે નિયમો સાથે સરકાર નવરાત્રિના આયોજન માટે છૂટછાટ આપી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નવરાત્રિ યોજાશે કે નહિ તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાતમાં નવ દિવસનો નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે. આવામાં ગુજરાતના સૌથી મોટા ફેસ્ટિવલમાં આયોજન થાય તેવી લોકોની માંગ છે. લોકોની માંગ હતી કે, છૂટછાટ સાથે ગરબા રમવા મળે. પરંતુ જો ગરબાનું આયોજન કરવું હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડી શકે છે. આ આયોજનમાં સરકાર કેવા પ્રકારની છૂડછાટ આપે છે તે હજી જાહેર થયુ નથી. પણ થોડા દિવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અનલોક ૪માં સરકાર વધુ છૂટછાટો જાહેર કરી શકે છે, જેમાં નવરાત્રિ અંગે પણ મોટી જાહેરાતો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દોઢ મિના પહેલા ગરબા આયોજકોએ સરકાર સાથે બેઠકો યોજી હતી. ૩૧ ઓગસ્ટે અનલોક ૩ પૂરુ થઈ રહ્યું છે. અનલોક ૪ની ગાઈડલાઈન હજી બહાર પડી નથી. આવામાં સરકાર અનલોક ૪માં કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે જોવું રહ્યું.

રાજ્ય સરકારે અગાઉ નવરાત્રીનું આયોજન નહીં થાય તેવું અનેક નિવેદનોમાં જણાવી ચૂકી છે, તેમ છતાં હાલ રાજકોટના સૌથી મોટા ગરબા આયોજક સુરભી ક્લબ દ્વારા પાસના બુકિંગની જાહેરાત કરવામાં આવી છે.

આગામી ૧૭ ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે આયોજકો દ્વારા નવરાત્રિની મંજૂરી આપવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નવરાત્રિ સાથે સંકળાયેલા આયોજકોએ આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સમક્ષ નવરાત્રિની મંજૂરી આપવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી, જ્યારે રાજકોટના નવરાત્રિ આયોજકોએ તો ગરબાના પાસ વેચવાની પણ તૈયારીઓ કરી લીધી છે.

Related posts

રાજ્યમાં તમામને કોરોના રસી મળશે : રૂપાણી સરકાર સજ્જ…

Charotar Sandesh

રાજ્યની ગ્રામ પંચાયતોમાં ‘ડિજિટલ ક્રાંતિ’ : ૨૨ સેવાઓ ઘર આંગણે…

Charotar Sandesh

ખાનગીકરણના વિરોધમાં ૧૫-૧૬ તારીખે બેન્ક કર્મીઓ હડતાલ પર ઊતરશે…

Charotar Sandesh