Charotar Sandesh
X-ક્લૂઝિવ ગુજરાત ટ્રેન્ડીંગ

ગુજરાતની અનોખી સિદ્ધિ : બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે શોધ્યું કોરોનાના વંશસૂત્રનું ચક્ર…

  • ગુજરાતના બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરને વધુ ત્રણ નવા બદલાવ શોધવામાં સફળતા…

  • કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સિકવન્સથી કોરોના વાયરસની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધળી સરળ બની રહેશે….

કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતને કોરોના સામે મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારની બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસુત્ર શોધી લીધું છે. અને તેનું જીનોમ સિકવન્સ શોધી લેવાયું છે. કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સિકવન્સથી કોરોના વાયરસની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધળી સરળ બની રહેશે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ ગુરૂવારે પત્રકારો સમક્ષ આ જાહેરાત કરી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આ શોધ સંસોધન માટે મંજૂરી આપવા બદલ આભાર વ્યક્ત કરીને ડો. રવિએ તેને ગુજરાત માટે આ સફળતાને એક ગૌરવ સમાન ગણાવી હતી.

ડો.રવિએ કહ્યું કે, ચીનના વુહાનમાં વાયરસના જીનમ એનાલીસીસ કરાયા પછી અત્યાર સુધીમાં તેમાં છ બદલાવ (મ્યુટેશન) જોવા મળ્યા છે.  ગુજરાતના આપણા બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે વધુ ત્રણ નવા બદલાવ શોધવામાં સફળતા મેળવી છે.

આ સંશોધનથી વાયરસના મૂળ ઉપરાંત તેનો સ્વભાવ એટલે કે એની પ્રસરવાની તીવ્રતા અને પ્રકોપ સમજી શકાશે. તેના આધારે વાયરસને નાથવા અથવા નિયંત્રીત કરવાના પગલાં લેવાની નવી દિશા ખુલશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના બન્ને વડાઓના કહેવા પ્રમાણે 31 માર્ચે રાજ્ય સરકારે ગુજરાતના 100 દર્દીના વાયરસને એકત્રિત કરી સંશોધન માટે મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે કોઈપણ વાયરસ તેના મૂળ સ્વરૂપથી તેના હોસ્ટ અને વાતાવરણ પ્રમાણે બદલાતા હોય છે પરંતુ તેનું પ્રમાણ અલગ અલગ હોય છે અને એમાં ઘણો સમય થતો હોય છે. પરંતુ કોરોના વાયરસમાં દર મહિને બે વખત બદલાવ જોવા મળ્યા છે ગુજરાતે વધુ ત્રણ નવા બદલાવ શોધવામાં સફળતા મેળવી છે.

હાલ જોનોસીસ સીક્લન્સિંગ એ એક પ્રથમ પગથિયું છે. અત્યારની પ્રાથમિકતા આ વાયરસને ઝડપથી શોધવા માટેની કિટ અને પછી એના ઉપચાર માટે વેક્સીન કે દવાને શોધવાની છે.

Related posts

જીટીયુ વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક : સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી…

Charotar Sandesh

ખાનગી કોલેજોની સ્પષ્ટતા, ફી વધારો નહિ કરીએ, પણ ફીમાં રાહત પણ નહિ આપી શકીશું…

Charotar Sandesh

સુરતમાં કરૂણાંતિકા : ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ : મૃતકોના પરિવારને ૨-૨ લાખની સહાયની જાહેરાત…

Charotar Sandesh