Charotar Sandesh
ગુજરાત

ગુજરાતની પ્રજા ભાજપનો અહંકાર તોડશે : શક્તિસિંહ ગોહિલ

ભાવનગર : ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસની જંગી જાહેર સભાઓ યોજાઈ હતી. જ્યારે બોરતળાવ વોર્ડની સભામાં તો ગેસ સિલિન્ડર સ્ટેજ પર લોકોને દેખાય તેવી રીતે મુકવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે પંજાબના પરિણામને ટાંકીને ભાજપ પર પ્રહાર કર્યો હતો કે, પ્રજા સમજી ગઈ છે અને ભાજપનો અહંકાર પ્રજા જ તોડશે. આગામી દિવસોમાં કોંગ્રેસ માટે સારા પરિણામ ગુજરાતમાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે ભાવનગરના સ્થાનિક લાડીલા નેતા શક્તિસિંહ ગોહિલને ઉતાર્યા છે. કાળિયાબીડ સહિતના વોર્ડમાં જંગી જાહેર સભાઓ રાખવામાં આવી હતી.
ત્યારે શક્તિસિંહએ બિનહરીફ મુદ્દે ભાજપ હાર ભાળી ગયું હોવાની અને સામ દામ દંડની નીતિ અપનાવીને ચૂંટણી જીતવા માગતું હોવાનું જણાવ્યું હતું. કારણ કે લોકશાહી ઢબે તે જીતી શકે તેમ નથી તે બતાવી રહ્યું છે. ભાવનગરની સંયુક્ત જંગી જાહેર સભામાં સ્ટેજ પર ગેસ સિલિન્ડર મૂકીને ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર અને દિલ્હી ખેડૂત આંદોલનને પગલે પ્રહારો કર્યા છે.
પંજાબમાં પ્રજાએ બતાવી દીઘુ છે કે, આમ આદમી પાર્ટી કે ભાજપને એક બેઠક આપી નથી. ત્યારે ભાવનગર અને ગુજરાતમાં પણ પ્રજા સમજી ગઈ છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ સત્તામાં આવશે તેવી આશા વ્યક્ત કરીને પ્રજા જ ભાજપનો અહંકાર તોડશે, તેવો વિશ્વાસ શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો હતો. સભાના અંતે ભાજપના ૧૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું.

Related posts

રાજ્યમાં ભારે વરસાદને પગલે ૧૨૦ ડેમ હાઈએલર્ટ જ્યારે ૧૪ ડેમ એલર્ટ પર…

Charotar Sandesh

૩૧ ઓક્ટોબર સુધીમાં વાલીઓ બાકીના ૬ માસની ફી ભરે તો જ ૨૫ ટકા માફી આપીશું : એઓપીએસ

Charotar Sandesh

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૬.૯૧ ટકા : સૌથી વધુ ડાંગ જિલ્લાનું તેમજ વડોદરા જિલ્લાનું સૌથી ઓછું

Charotar Sandesh