Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

ગુજરાતમાંથી બે મહિનામાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨૯થી વધુ નકલી ડૉક્ટર ઝડપાયા…

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન મહામારીનો ફાયદો ઉઠાવા માટે ઠેર ઠેર નકલી ડૉક્ટરોની હાટડીઓ ખૂલી હોવાની જાણ થતા રાજ્યના પોલીસ વડાએ નકલી તબીબોને ઝડપી પાડવા માટે આપેલા આદેશને પગલે પોલીસ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં ૧૨૯થી વધુ બોગસ તબીબોને પકડી પાડવામાં આવ્યા છે.

રાજ્યભરમાં નકલી ડૉક્ટરને શોધી કાઢવા સ્પેશિયલ ટીમે અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી અત્યાર સુધીમાં કુલ ૧૨૯ નકલી ડૉક્ટરોની ધરપકડ કરી છે. જેમાં ૫૩ ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપાયા છે. જેમાં ૧૮ નકલી ડૉક્ટરો તો માત્ર બે દિવસમાં પકડાયા હતા. જેમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૯ નકલી ડૉક્ટર ઝડપી ગુના નોંધાયા છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં ૪, પંચમહાલમાં ૪, મોરબીમાં એક નકલી ડૉક્ટર પકડાયા છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાત બહારથી આવેલા શખસો ડિગ્રી વગર નકલી ડૉક્ટર બની ગામડાના લોકોને સારવારના નામે લૂંટી રહ્યા હતા. હજુ પણ સ્પેશિયલ ટીમ અલગ-અલગ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના ડૉક્ટરોની શોધ કરી રહી છે.

Related posts

ટ્રમ્પની સુરક્ષામાં ૧૦ હજારથી વધારે પોલીસ ખડેપગે રહેશે, અમદાવાદમાં ૩.૩૦ કલાક રોકાશે…

Charotar Sandesh

ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ કમલમ રખાયું : સીએમ રૂપાણી

Charotar Sandesh

ગુજરાતમાં હરિદ્વાર કુંભમેળામાંથી પરત આવેલા ૩૪ ગુજરાતીઓ કોરોના સંક્રમિત…

Charotar Sandesh