ગાંધીનગર : મહામારી કોરોનાને પગલે ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા પેસેન્જર્સ માટે સમયાંતરે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી રહી છે. આ અંગે ગુજરાત આવતા પેસેન્જર્સ માટે ઈન્ડિગોએ ક્વોરન્ટીનથી લઈ સેલ્ફ રિપોર્ટિંગ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો મુજબ, જ્યારે ગુજરાતમાં પ્રવેશી રહેલા લક્ષણો વિનાના પેસેન્જર્સને ક્વોરન્ટીન કરવામાં આવશે નહીં, જો કે તેમને ૧૪ દિવસ સુધી પોતાનું જાતે મોનિટરિંગ કરવાની શરતે આ છૂટ આપવામાં આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવેલા પેસેન્જર્સને ૭ દિવસનું ઇન્સ્ટિટ્યુશનલ અને ૭ દિવસ સુધી હોમ ક્વોરન્ટીન થવું પડશે. તમામ પેસેન્જર્સનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને લક્ષણો ધરાવતા તમામ પેસેન્જર્સના કોરોના ટેસ્ટ કરાશે. માત્ર એટલું જ નહીં, તમિલનાડુ જનારા ગુજરાતી પ્રવાસીનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.
એરપોર્ટ પર આવ્યા બાદ પેસેન્જર્સે સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરીને જમા કરાવવું પડશે. જ્યારે સુરત આવનારા પેસેન્જર્સે ઓનલાઈન નોવેલ કોરોના સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવાનું રહેશે અને ‘એસએમસી કોવિડ ૧૯’ એપ ડાઉનલોડ કરવી પડશે. પેસેન્જરર્સે તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે. તેમજ સુરત આવેલા પેસેન્જર્સની સંખ્યા અંગે એસએમસીના અધિકારીઓને જાણ કરવી પડશે. તેની સાથે સાથે amc.swz@suratmunicipal.org પર મ્યુનિસપલ કમિશનરને સમયસર પેસેન્જર્સની યાદીની એક સોફ્ટ કોપી મોકલવાની રહેશે. જેમાં એરપોર્ટ પર
આવનારા તમામ પેસેન્જર્સે એસએમસીની વેબસાઈટ પર ઉપલબ્ધ સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભર્યું છે કે નહીં તે સુનિશ્ચિત કરવું પડશે. સુરત એરપોર્ટ એરલાઈન્સ સ્ટેશન મેનેજરે જ્યાંથી પેસેન્જર્સ ફ્લાઈટમાં બેઠા હોય તે સ્ટેશન સાથે કોઓર્ડિનેશન કરવાનું રહેશે. તેની સાથે સાથે સુરત આવી રહેલા તમામ પેસેન્જર્સને બૂકિંગ સમયે જ આ ગાઈડલાઈન સંબંધિત તમામ માહિતી એસએમએસ જેવા વિવિધિ માધ્યમથી આપી છે કે નહીં તે પણ સુનિશ્ચિત કરવું પડશે. જે સ્થળેથી ફ્લાઈટ ટેક ઓફ થાય ત્યાં ફ્લાઈટમાં પણ જરૂરી એનાઉન્સમેન્ટ કરવાનું રહેશે.