Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં છ નવા કોરોના પોઝીટીવ, કુલ 53 થયા : ઈન્કયુબેશન પીરીયડ શરૂ : એક સપ્તાહ નિર્ણાયક…

રાજયમાં કોરોનાના કેસ વધે તેવો ભય : આરોગ્ય સચિવ

રાજયમાં પોઝીટીવ કેસ 53 : મહેસાણામાં પ્રથમ કેસ નોંધાયો…

રાજકોટ : ગુજરાતમાં કોરોનાના છ નવા પોઝીટીવ કેસ નોંધાતા રાજય સરકાર ચોકી ઉઠી છે અને રાજયમાં કોરોના પોઝીટીવના કુલ 53 કેસ થયા છે તો બીજી તરફ આજે રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદમાં રાજયમાં હવે કોરોના સામે મહતમ સાવધાનીની જરૂર હોવાનું જણાવીને તેઓ સંકેત આપ્યો કે રાજયમાં આગામી દિવસમાં કોરોના પોઝીટીવ કેસ વધી શકે છે.

ગઈકાલે કેન્દ્રીય કેબીનેટ સચિવે દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ અંદાજે 15 લાખ લોકો વિદેશથી દેશના અલગ અલગ ભાગમાં આવ્યા છે. તેમાં તમામની ચકાસણી થઈ નહી હોવાનું મનાય છે અને રાજયોને આ પ્રકારના લોકોની તપાસ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો હતો. સુશ્રી જયંતિ નટરાજને આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજયમાં જેઓ કોરોનાના લક્ષણ ધરાવે છે અને હજુ જાહેર થયા નથી તેવા લોકોને ‘ઈન્કયુબેશન’ નો પિરીયડ શરૂ થયો છે અને તેથી કોરોના પોઝીટીવ વધી શકે છે.

આ ઈન્કયુબેશન પીરીયડ એવી સ્થિતિ છે જેઓને કોરોનાનો ચેપ લાગ્યો છે પણ તેના શરીરમાં તેને સક્રીય થતા 6થી8 દિવસ લાગી શકે છે અને ત્યારબાદ તે વ્યક્તિઓ કોરોનાના બહારી લક્ષણ નજરે ચડે છે. આ સમયગાળો 15 દિવસનો પણ હોઈ શકે છે. જયંતિ નટરાજને કહ્યું કે રાજયમાં હવે તા.5 એપ્રિલ સુધીમાં કોરોના પોઝીટીવના કેસ વધી શકે છે. જેથી લોકડાઉનનો અમલ વધુ આકરો કરવાની સાથે લોકો ઘરમાં જ રહે તે જોવાની સૌથી વધુ આવશ્યકતા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં મહેસાણાનો એક કેસ છે. આમ રાજયના નવા જીલ્લામાં કેસ આવ્યો છે તો અમદાવાદમાં ત્રણ વધુ કેસ ગાંધીનગરમાં 1, વડોદરામાં 2 કેસ નોંધાયા છે અને કુલ પોઝીટીવ 53 થયા છે.

Related posts

મુખ્યમંત્રી નિવાસસ્થાને કોરોનાની દસ્તક, રસોઈયા મહારાજ થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

ભૂમાફિયાઓ સાવધાન : ગેરકાયદે જમીન પચાવી પાડનાર હવે નહિ બચે…

Charotar Sandesh

હવે જીલ્લા અને પ્રદેશ સ્તરે ભાજપમાં ફેરફાર ઉતરાયણ બાદ કરવામાં આવશે…

Charotar Sandesh