સુરત : લોકડાઉનના ચોથા તબક્કાના અંત સાથે છૂટછાટો મળી હોવાને કારણે ધીરે ધીરે સૌરાષ્ટ્રથી પરત થવાનું શરૃ થઇ ગયું છે. છૂટછાટને કારણે ધંધા રોજગાર પુનઃ શરુ થયા હોવાથી, અમુક લોકો પરત થઇ રહ્યાં છે. જોકે, સુરતથી સૌરાષ્ટ્રના જનારાઓની સંખ્યા હજુ પણ જળવાઈ રહી છે. ૨૧ મે સુધી સુરતથી વતન તરફ ધસારો ચાલુ રહ્યો હતો. જોકે, દસ-બાર દિવસમાં જ પરિસ્થિતિ એકાએક જ બદલાઇ છે. જેવો અગાઉ ૨૦-૨૨ દિવસ પહેલાં વતન પહોંચ્યાં હતાં. તે હવે ગઈકાલથી સુરત પરત થવા માંડયા છે. બે દિવસ પહેલા જોકે, સૌરાષ્ટ્ર તરફથી આવતી એસ.ટી બસો ખાલી આવતી હતી પણ ગઈકાલથી સંખ્યા જોવા મળી રહી છે, એમ એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રથી સુરત તરફ પરત ફરવાનું એક કારણ એ છે કે લોકડાઉનની સમાપ્તિ પછી છૂટછાટ મળી હોવાથી, કેટલાંક પાછાં આવી રહ્યાં છે. લોકડાઉનનો અમલ હતો ત્યારે, સુરતમાં કેદની અવસ્થા હતી. છૂટને લીધે પરત થવા લલચાઇ રહ્યા છે અને ધંધા પણ શરૃ થઇ ગયા છે. આ સાથે બીજી તરફ સુરતથી હજુ પણ સૌરાષ્ટ્ર માટે એસટી બસો ઉપડી રહી છે. એસટી વિભાગે, રાજ્યના જુદા જુદા ડેસ્ટિનેશન માટે રાત્રીની એસી વોલ્વો અને સ્લીપર સિવાયની બસ સેવા શરૃ કરી દીધી છે સુરતથી અત્યારે સૌરાષ્ટ્ર માટે જેવું જઈ રહ્યા છે, તેઓ સામાજીક પ્રસંગો કે પછી ખેતી વાવણીના કામના પ્રવાસીઓ છે.