અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના બંગલા સામે કોલેજના પ્રથમ સત્રની ફી માફીની માગ કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી. રાજ્યમાં કોરોનાની મહામારીમાં વાલીઓ સરકાર પાસે ફિ માફિની માટે માંગણી કરી રહ્યાં છે. ત્યારે એનએસયુઆઇ દ્વારા શાળાઓ બાદ કોલેજો પણ ફી માફ કરે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજો દ્રારા એક સત્રની સંપૂણ ફી માફ કરવામા આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી સંગઠનોએ કુલપતિના બંગલો સામે વિરોધ કર્યો. એનએસયુઆઇના પ્રમુખે કહ્યું હતું કે અમદાવાદની અનેક કોલેજો દ્રારા કોરોનાની મહામારીમા ફીની માંગ કરવામા આવી રહી છે. એક સત્રની ફિ માફી માટે વિરોધ કરતા વિદ્યાર્થીઓની કુલપતિ નિવાસ સ્થાનેથી પોલીસે અટકાયત કરી હતી.