Charotar Sandesh
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવાશે…

કુલ ૨૮ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે…

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. ગુજરાત યુનિવર્સિટીએ ઓફ લાઈન અને ઓનલાઈન બે વિકલ્પો વિદ્યાર્થીઓને પસંદગી માટે આપ્યા હતા. જેમાં ઓનલાઈન પરીક્ષાની પસંદગી કરનાર ૨૮ હજાર વિદ્યાર્થીઓ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઓનલાઈન પરીક્ષા આપશે. એટલું જ નહીં, ઓફલાઈન પરીક્ષા આપનારાનું પરિણામ પણ એક સપ્તાહમાં આપી દેવામાં આવશે. તમને જણાવીએ કે અન્ય ૬૮ હજાર વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા બાબતે VCએ આજે મોટી જાહેરાત કરી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા ફેબ્રુઆરીના પ્રથમ વિકમાં લેવાનો નિર્ણય કર્યો છે ઓનલાઈન પરીક્ષા માટે ૨૮૦૦૦ વિદ્યાર્થીઓ રજીસ્ટર છે, જેઓ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઓનલાઈન પરીક્ષા આપશે. જે વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપી છે તેમનું પરિણામ પણ એક વિકમાં આવી જશે. ગુજરાત યુનિવર્સિટીમાં ૬૮૦૦૦ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા આપી હતી.

Related posts

વિજયભાઇએ છોટા ઉદેપુરમાં : નિતીનભાઇએ વિસાવદરમાં ત્રિરંગો ફરકાવ્યો

Charotar Sandesh

કોરોના કાળમાં જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવા નિર્ણય…

Charotar Sandesh

વડોદરાના સમાં સાવલી રોડ ખાતે જિલ્લા ભાજપના નવા કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું

Charotar Sandesh