Charotar Sandesh
ગુજરાત

ગુજરાત યુનિ. ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષા લેશે, જીટીયું અવઢવમાં…

ગાંધીનગર : ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખીને વિદ્યાર્થીઓને ઓફલાઈન સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પણ આપ્યો છે. કોરોનાની સ્થિતિ ક્યારે સુધરે તે નક્કી ન હોય યુનિવર્સિટી ફરી વખત ઓનલાઈન પરીક્ષા માટે સજ્જ બની છે. જ્યારે જીટીયુએ ઓફલાઈન પરીક્ષા મોકૂફ કર્યા બાદ હજુ સુધી ઓનલાઈન પરીક્ષા અંગે વિચાર્યું નથી. કોરોનાના વધતા સંક્રમણના કારણે મોટાભાગની યુનિવર્સિટીઓ ઓનલાઈનના વિકલ્પ તરફ ઢળવા મજબૂર બની છે. ગુજરાત યુનિવર્સિટીએ બીએસસી, બીએડ, એમએ, એમએસસી, એમકોમના સેમેસ્ટર-૩ અને બીકોમ, બીએ, બીબીએ, બીસીએ સેમેસ્ટર-૫ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ જાહેર કરી હતી.
હવે યુનિવર્સિટીએ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપવા માગે છે તેની પાસેથી તા.૧૫ ડિસેમ્બર સુધીમાં પસંદગી આપવા જણાવી દીધું છે. જેને ઓફલાઈન પરીક્ષા આપવી છે તેણે વિકલ્પ આપવાનો રહેશે નહીં. ઓનલાઈન પરીક્ષા એમસીક્યુ સ્વરૂપે લેવાશે. વિકલ્પ પસંદગી માટે વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર તથા ઈ-મેલ દાખલ કરવાનો રહેશે. એકવાર પસંદગી આપ્યા બાદ બદલી શકાશે નહીં. પરીક્ષાની તારીખનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવશે. બાર કાઉન્સિલે ઓનલાઈન પરીક્ષા નહીં લેવા તાકીદ કરી તે સૂચક છે.
બીજી તરફ જીટીયુએ ઓફલાઈન પરીક્ષા મોકૂફ કર્યા પછી ઓનલાઈન વિશે કશું વિચાર્યું નથી. એમસીક્યુમાં અમુક પ્રશ્નો પૂછી શકાતા નથી. મેરિટોરિયસ વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને માર્કમાં નુકસાન જાય છે. ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીનું ઈન્સ્ટ્રુમેન્ટ બગડે તો ફરી ચાન્સ આપવો પડે છે.

Related posts

માવઠાથી થયેલ નુકસાનીનો સરવે કરાવી વળતર અપાશે : નીતિન પટેલ

Charotar Sandesh

ગુજરાતમાં રસી લેનારા ૧ કરોડને પાર, દૈનિક ૧ લાખથી વધુ લોકોનું વેક્સિનેશન…

Charotar Sandesh

UKના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસે આવ્યા : અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

Charotar Sandesh